fbpx
ભાવનગર

શિહોર ખાતે પી એમ. જય કાર્ડ યોજનાનાં કેમ્પની મુલાકાત લેતાં કલેક્ટર યોગેશ નિરગુડે

ભાવનગરનાં શિહોરમાં આવેલ મારું કંસારા જ્ઞાતિની વાડી ખાતે આયોજિત પી એમ. જય કાર્ડ યોજનાનાં કેમ્પની મુલાકાત જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા લેવામાં આવી હતી.

        “આપ કે દ્વારા આયુષમાન” મહા ઝુંબેશ અંતર્ગત યોજાયેલ પી એમ. જય કાર્ડ યોજનાનાં કેમ્પની જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ મુલાકાત લીધી હતી અને ઉપસ્થિત લોકોને પી એમ. જય કાર્ડ યોજના લાભો અંગેની જાણકારી પૂરી પાડી આ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

        ઉલ્લેખનીય છે કે, પી.એમ. જય કાર્ડ યોજના અંતર્ગત કુટુંબ દીઠ  રૂા. ૫ લાખ સુધીનું વિનામૂલ્યે આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે. પી.એમ. જય કાર્ડ કઢાવવાં માટે આવકનો દાખલો, આધારકાર્ડ અને રેશન કાર્ડની જરૂર પડે છે.

        આ કાર્ડ દ્વારા દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તથા તાલુકા અને જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલમાં સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે આ ઉપરાંત ભાવનગર જિલ્લાની ૨૬ જેટલી ખાનગી હોસ્પિટલોમાં પણ આ કાર્ડની મદદથી રૂા. ૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મેળવી શકાય   છે.

        આ કેમ્પની મુલાકાત દરમ્યાન નગરપાલિકા પ્રમુખ શ્રી વી. ડી. નકુમ, શિહોર પ્રાંત અધિકારીશ્રી ડી. વી. વાળા સહિતના અધિકારીઓ જોડાયાં હતાં.

Follow Me:

Related Posts