ગુજરાત

ગૌચર સુધારણા કે જાહેર જમીન જાળવણી નું કરોડો નું બજેટ ચરી જતા આખલા લાઈફ ઇઝ પ્રેસિયર ટેઈક કેર ડ્રાઇવ કેરફૂલી

ચૂંટણી માટે નગારે ઘા વાગી રહ્યા છે ગુજરાત સરકાર ના નીતિ નિર્ધારકો સારી નીતિ ઓ કાયદા ઓ બનાવે અને અમલ કરાવે તે સારી વાત છે પણ અમલ થી બદનામ અધકચરો અમલ ઘણું બધુ અનર્થ કરાવે છે હાલ ગુજરાત સરકાર સામે ગાંધીનગર માં અનેક પ્રકાર ના આંદોલનો ખેડૂતો આંગણવાડી મધ્યાન ભોજન આરોગ્ય એસટી પેન્શરો સહિત વિવિધ વિભાગો માંથી જૂની પડતર માંગો ને લઈ પાટનગર સત્યાગ્રહ છાવણી બન્યું છે વિવિધ આંદોલનો ચાલી રહ્યા છે તેમાં વગર નીરણે પોદળો કરાવતું માલધારી ઓનું આંદોલન સરકાર માટે પડકાર જનક બની રહ્યું છે નાની નાની સમસ્યા પ્રશાસનિક વ્યવસ્થા ઓની બેદરકારી એ વિશાળ અજગર બની જાય ત્યાં સુધી તંત્ર શુ કરે છે ? ભગવાન શ્રી કૃષ્ણ ની ભૂમિ કર્મ ભૂમિ  ગૌ  સંસ્કૃતિ અને તેની કહેવત (સબભૂમિ ગોપાલકી) માત્ર કાગળ ઉપર રહી ગઈ છે વધતા જતા માર્ગ અકસ્માત ને રોકવાના ગુજરાત સરકાર ઢોર નિયંત્રણ બિલ નો ઠેર ઠેર પશુપાલકો નો વિરોધ ગુજરાત સરકાર ના કુલ બજેટ ના ૨.% જેવા નાણાં જાહેર જમીન જાળવણી પાછળ દરવર્ષ ની ૩૧ માર્ચે ના રોજ કાગળ ઉપર કરોડો લેવાય છે પણ વાસ્તવ માં વપરાય છે ? સંપૂર્ણ પશુપાલન ઉપર નભતા દેશો ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા શીખ ની જરૂર સારી.વ્યવસ્થા માંથી શીખ લેવા માં સંકોચ શેનો ?

વન વિભાગ ની રક્ષિત જમીન માંથી વારંવાર વન્ય પ્રાણી ઓ રેવન્યુ કે રહેણાંક વસાહતો માં આવી ચડવા રેલવે ટ્રેક ઉપર ખોરાક પાણી ની શોધ માં આવે છે ત્યારે વ્યવસ્થા માં ઉણા ઉતરતા વન વિભાગે વન મહોત્સવ કે વન્ય પ્રાણી પખવાડીયા પાછળ કરેલ ખર્ચ વ્યર્થ છે આવી સ્થિતિ માં આફ્રિકા થી કરોડો ના ખર્ચે ૮ ચિતા ની ૧૩ વર્ષ ના ભારે સંઘર્ષ અને કરોડો ના ખર્ચે અપ્રાકૃતિક વિસ્તાર માં ચિતા લાવનાર દેશે જીવદયા પરોપકાર ને પરમાર્થ માં માનનારો દેશ છે જીવહિંસા માં નહિ આ કરોડો રૂપિયા ગાયો ને લમ્પી વાયરસ થી બચાવવા માટે ખર્ચ કરાયો હોત તો ? મોટા ભાગ ની ગૌચર ની જમીન ની ઉદ્યોગગૃહો અને મફત પ્લોટ ના નામે લ્હાણી કરાય રહી છે ઘટતા જતા ગૌચર સામે વિકરાળ ખૂની પંજો ફેરવતા ગાજર જેવા બી વાળા પારથેનિન ઝેરી તત્વ વાળા આ ઘાસ ને ઘણી જગ્યા એ કોંગ્રેસયુ ઘાસ પણ કહેવાય છે નદીનાળા ના પટ સરકારી કચેરી ઓના મેદાન રોડ રસ્તા ની બંને બાજુ સરકારી પડતર ગૌચર માં સર્વત્ર ઊગી નીકળેલ આ ઘાસ ક્યાંથી કેવી રીતે આવ્યું તે કોઈ નથી જાણતું કેટલાય વર્ષ થી ગૌચર ની જમીનો ઉપર વિકરાળ રીતે પ્રસરી ગયેલ આ ઘાસ દૂર કરવા કે પ્રોસ્ટિક ઘાસ ઉગાડવા માટે તંત્ર દ્વારા કોઈ દરકાર લેવાય ? હવે સરકાર ની એકલા હાથ થી આ સમસ્યા દૂર થઈ શકે તેમ નથી આના માટે જેમ સ્વચ્છતા અભિયાન જેવી મુહિમ સરકાર સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ધર્મ સંસ્થા ઓ શેક્ષણિક સંસ્થા ઓ એક થઈ વર્ષો સુધી આ ઝેરી ઘાસ દૂર કરવા મુહિમ ચલાવે તો થોડો ઘણો લાભ અબોલ જીવો માટે થાય વધતા જતા ગૌચર જમીન દબાણો માટે પંચાયત અધિનિયમ ૧૯૯૩ થી હુકુમત ધરાવતા સ્થાનિક પદા અધિકારી ઓ વ્યક્તિગત ઘર્ષણ કે ગામ ની કાયમી અશાંતિ ઉભી શુકામ કરે ? ટર્મ પૂર્ણ થયા બાદ સરપંચો એ રહેવા નું ગામ માંજ છે ને ?

એટલે ગ્રામ્ય થી લઈ મહાનગરો સુધી આ કાયદા ઓનો અમલ ક્યારેય થયો નથી એટલે તાજ છાપ સિગરેટ જેમ ધીમી બળતી ને વધુ લહેજત આપતી ગૌચર જમીન દબાણ પ્રવૃત્તિ અવિરત ચાલતી રહે છે અભેટી કૃષિ યુનિ એ સંશોધન કરી આ પારથેનિન પદાર્થ યુક્ત ઝેરી ઘાસ અનેક રીતે સ્ક્રીન સહિત ના રોગ માટે કારણભૂત હોવા નું જણાવ્યું છે ત્યારે તંત્ર આ દિશા માં કોઈ નિષ્કર્ષ ઉપર ગયું છે ખરું ? ગૌચર સુધારણા ના નામે ગુજરાત સરકારે ખૂબ મોટી રકમ નું બજેટ કરાયું દરેક ગ્રામ્ય માં ગૌચર સુધારણા માટે પશુપાલન વિભાગ ના અમલીકરણ થી પ્રોસ્ટિક ઘાસ ઉગાડવા તાર ફેન્સીગ જમીન લેવલ કરવા ખૂબ ખર્ચ કાગળ ઉપર કરાયો વાસ્તવ માં નહિ બે પગાળા આખલા ઓ ગૌચર ચરી ગયા વધતા જતા માર્ગ અકસ્માતો રોકવા બિલાડી ના ટોપ જેમ ખાનગી એજન્ટ પ્રથા લાયસન્સ અપાય છે આ માટે મોટર વહિકલ એક્ટ ની જોગવાઈ લાયસન્સ આપતા પૂર્વે પ્રશિક્ષણ વર્ગ માર્ગ સંકેત જ્ઞાન ગતિ મર્યાદા ઓવર લોડવાહન જેવી તકેદારી કેટલી ? લાઈફ ઇઝ પ્રેસિયર ટેઈક કેર ડ્રાઇવ કેરફૂલી ( યાને જિંદગી કિંમતી છે કાળજી રાખજો) નો સદેશ આપે છે પણ ભ્રષ્ટ વ્યવસ્થા સામે કાયદો કારગત નીવડે ખરો ? આપણા દેશ ના દરેક કાયદા ઓ નીતિ ઓ નિયમો અદભુત છે એક ઝાડ નું પાન પણ જરૂર વગર તોડી ન શકાય પણ અનુશાસન રાષ્ટ્ર ભાવના ક્યાં ? આપણું પોતા નું ઘર વાહન બાલ્કની દાદર કેટલું સાફ સુથરુ હોય છે પણ સરકારી કચેરી પબ્લિક પ્લેસ કેટલા ગંદા બિહામણા હોય છે ?

બોમ્બે પોલીસ એક્ટ મુજબ રસ્તા ઉપર થુકવું પણ એનસી લાયક ગુનો છે પ્રત્યેક વ્યક્તિ પાછળ પ્રશાસનિક વ્યવસ્થા ની હાજરી જરૂરી નથી પણ ઉંચી અંતર સુધી નું અનુશાસન આચરણ જરૂરી છે દરેક બાબતો ના કાયદા ઓ ખૂબ કડક છે પણ અમલ થી બદનામ અધકચરો અમલ અને ભ્રષ્ટવૃત્તિ એ અનેક પ્રકાર ના અનર્થ જન્મે છે આ વર્ષે લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો ભયંકર રીતે પશુ ના અકાળ મૃત્યુ થયા આ માટે તંત્ર તરફ થી અનેક જગ્યા એ સારવાર દવા અને મૃત પશુ ઓનો યોગ્ય નિકાલ નો અભાવ જોવા મળ્યો આ બેદરકારી નહિ તો શું ? ઢોર નિયંત્રણ બિલ લાવતી સરકાર સામે પશુપાલકો દ્વારા ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે મહામાહિમ પુનઃ ગઠન માટે સરકાર ને આ બિલ પરત મોકલાવ્યું છે પણ સરકાર સુધારા વધારા કરે તે પહેલાં જે તે ગામે કેટલું ગૌચર પડતર છે ? ક્યાં કેટલું દબાણ છે ?તેની માહિતી મેળવે તો ચોંકાવનારી વિગતો સામે આવે મોટા ભાગ ના ગૌચર પડતર ઉપર ડગલાં ધારી વાઈટ કોલરો ના કબ્જા અને બાંધકામો સામે આવે ત્યાં  લેન્ડ ગ્રેબીગ ૨૦૨૦ પણ ટૂંકો પડે વળી પાછો કડક કાયદો બનાવવો પડે તો ? દેશ ના બંધારણ ના ઉદેશો નું આચરણ કરાય તો દરેક સમસ્યા નિવારી શકાય તેમ છે પણ અમલ ક્યાં કરવો છે ? સરકારી ખર્ચે ખોટી ઝાકમઝોળ ઉજવણી ઓ ભીડ ભેગી કરવા સરકારી મિશનરી નો દૂરઉપીયોગ પગારદાર પ્રચારકો માટે વિવિધ નામે બજેટ જોગવાઈ કરાય રહી છે વર્તમાન સમય માં સરકાર માં ત્રણ પ્રકાર નો ક્રેઝ ચાલી રહ્યો છે

ખોટા ફોટા અને લોટા ખોટા માણસો ને મહત્વ ના પદ કોક ના પ્રસંગો માં ફોટા પડાવવા પડાપડી કરવી આર્થિક લાભ માટે લોટ જેમ દડી જુવું વાયબ્રન્ટ ના નામે લાભાવીંત વર્ગ કેટલો ? લોકશાહી માં લોકો ના હક્ક ગાયબ કેગ ના અહેવાલ ને ધોળી ને પી જવા માહિતી અધિકાર નો પાંગળો અમલ રાહત ભંડોળ ઉપર ગુપ્તા નો પડદો દરિયાકાંઠે સુરક્ષા કેવી ? ડ્રગ્સ ની માત્રા અધધ સામુહિક વિકાસ ના સાધનો મુઠી ભર લોકો ના હાથ માં પછત પ્રદેશ વધુ પછત ઝુંપડા ઢાંકવા થી શુ ? ગરીબી દૂર થશે દલિતો માટે વિકાસ યોજના નો અલકચરો અમલ વસ્તી મુજબ બજેટ નહિ ભેદભાવ જાહેર જીવન માંથી તો દૂર થયું પણ વ્યક્તિગત જેમ નું તેમ કેમ? આદિવાસી ઓને જમીન આપવા માં  ઠાગાઠેયા ગરીબ વૃદ્ધ મહિલાઓના કલ્યાણ પછી પણ વધતા જતા વૃદ્ધાશ્રમ સોના ની થાળી માં લોઢા ની મેખ આદર્શ ઉપમા ને દાસી નો દરજ્જો ધરાવતી લાખો શ્રમિક બહેનો સ્ત્રી કલ્યાણ ની વાતો પછી કલ્યાણ કોનું ?

મહાત્મા મંદિર બંધાય પણ આંગણવાડી નો ઓરડો નહિ કુપોષણ કાર્યક્રમો પછી પણ બાળકો કુપોષિત કેમ રહે છે વારંવાર સરકારી કાર્યક્રમો માં એસટી ફાળવી દેવાતા મુસાફરો વિદ્યાર્થી ઓ રઝળી પડે છે ૫૦ હજાર થી લઈ ડોઢ લાખ સુધી ના પગારદાર ને મોંઘવારી મુદ્દે પગાર વધારા માટે લડવું પડતું હોય તો મામુલી શ્રમિક પરિવાર ની દૈનિક ૩૦૦ રૂપિયા દાડી મેળવનાર નું ઘર કેમ ચાલતું હશે ? મોફાટ મોંઘવારી માં શ્રમિક પરિવારો જીવન દોહીલુ બન્યું છે એકસાંધે ત્યારે તેર તૂટે આવી અનિષ્ટ માંથી જ જન્મે આંદોલન ઘરણા ઉપવાસ આંદોલનો કરવા કોઈ શોખ થોડો હોય ? ગુજરાત ભર ના જાહેર માર્ગો ની બિસમાર હાલત અંગે અરજ અહેવાલો હોસ્પિટલો માં દર્દી ઓએ બાટલા હાથ રાખી ઉભા રહેવા સહિત ના હદય હચમચાવી દેતા દ્રશ્યો 

Related Posts