એકદમ બકવાસ છે કરણ જાેહરનો ચેટ શો : વિવેક અગ્નિહોત્રી
ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને સફળતા મળતાં વિવેક અગ્નિહોત્રીનો કોન્ફિડન્સ વધ્યો છે. તેઓ અવારનવાર તેમના સ્ટેટમેન્ટના કારણે વિવાદોને જન્મ આપી ચૂક્યા છે. વિવેક નિર્દેશિત કલ્ટ ફિલ્મ ‘ધ તાશ્કંદ ફાઈલ્સ’ પણ અગાઉ વાહવાહી લૂંટી ચૂકી છે પરંતુ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના બોક્સ ઓફિસ કલેક્શનના કારણે વિવેક મેઈન લીડ ડિરેક્ટર્સની શ્રેણીમાં આવી ચૂક્યા છે. અનેકવાર અનુરાગ કશ્યપ અને કરણ જાેહર સાથે ટ્વીટર વોરમાં ઉતરેલા વિવેકે ફરી એકવાર કરણ પર શાબ્દિક હુમલો કર્યો છે અને તેના શો વિશે કોમેન્ટ કરી છે. વિવેકને એક પત્રકારે પૂછ્યું હતું કે, શું તમને ‘કોફી વિથ કરણ’માં બોલાવવામાં આવશે તો તમે જશો? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, હું શા માટે તે શોમાં જઉં? મારી પાસે તે શોને આપવા માટે કંઈ નથી. આ શો એક આર્ટિફિશિયલ શો છે અને તેમાં જાણે હું મારો સમય બરબાદ કરવા નથી ઈચ્છતો.
ત્યાં જે વાતો થાય છે તે સૌથી વધુ સેક્સ રિલેટેડ હોય છે અને મારે તેવી વાતો સાથે કોઈ લેવા દેવા નથી. હું સ્પિરિચ્યુઅલ વ્યક્તિ છું અને ચુગલીવાળી વાતો ત્યાં જઈને કરવી તે વાત મારા સમજમાં જ નથી આવતી. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, કરણનો શો એકદમ બકવાસ છે. તેમાં છે શું? અહીં બધા એકબીજાની વાતો કરે છે અને હોસ્ટ અંદરની વાતો કઢાવવાની કોશિશ કરે છે. તમે જાેશો તો તમને લાગશે કે, બોલિવૂડમાં બધા એકબીજા સાથે સંબંધ સારો રાખવા માટે સારી સારી વાતો કરે છે અને તે શોમાં પોઈન્ટલેસ વાતો સિવાય કંઈ જ નથી. આખું ફોર્મેટ જ અજીબ છે. લોકો પણ આવા શો સાથે જાેડાઈને ફાલતુ વાતો સિવાય નવું કશું જ જાણી નથી શકતા. અગાઉ, વિવેકે કરણની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ને પણ ટાર્ગેટ કરી હતી અને આ ફિલ્મના રિલીઝ કરવામાં આવેલા બોક્સ ઓફિસ કલેક્શન પણ સવાલ ઉઠાવ્યો હતો.
Recent Comments