અમરેલી થી ચિતલ સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં છે, ચોમાસા દરમ્યાન પાણીનો ખુબ જ ભરાવો છે, જેનાથી રાહદારીઓને અવર–જવર કરવામાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને અવાર–નવાર અકસ્માતો પણ સર્જાય છે, આ રોડ રીકારપેટ કરવાની ધારાદાર રજુઆત અમરેલી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ વિપુલ પોંકિયાએ અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીને કરતા શ્રી ધાનાણીએ માર્ગ–મકાન વિભાગમાં ધારદાર રજુઆત કરીને આ રોડનું રીકાપેટનું કામ પૂર્ણ કરતા નાના માચીયાળા, મોટા માચીયાળા, શેડુભાર,ખીજડીયા રાદડીયા, ચિતલ, જશવંતગઢ,હરીપુરા,સુરગપુરા,ટીંબા ગામના લોકોએ અમરેલી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ વિપુલ પોંકિયાનો તેમજ અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીનો ખુબ ખુબ આભાર માન્યો.
અમરેલી થી ચિતલ સુધીનો રોડમાં રીકારપેટ કરવાનું કામ શરૂ : વિપુલ પોંકિયા



















Recent Comments