બાંદ્રા-વરલી સી લિંક પર મોટો અકસ્માતમાં ૫ લોકોના મોત અનેક થયા ઘાયલ

મુંબઈમાં વહેલી સવારે પ્રખ્યાત બાંદ્રા-વરલી સી લિંક પર મોટો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. આ ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા છે. મુંબઈ પોલીસના જણાવ્યાં મુજબ આજે પરોઢિયે મુંબઈના બાંદ્રા વરલી સી લિંક પર ગોઝારો અકસ્માત થયો. જેમાં એમ્બ્યુલન્સ સાથે કેટલીક ગાડીઓ અથડાઈ જેમાં ૫ લોકોએ જીવ ગુમાવ્યા. અકસ્માત બાંદ્રાથી વરલી તરફની લેનમાં થયો. અહીં પહેલેથી એક અકસ્માત થયો હતો જેમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.
રસ્તા પર એમ્બ્યુલન્સ અને કેટલીક ગાડીઓ ઊભી હતી. ત્યારે અચાનક ત્યાં પૂરપાટ ઝડપે ગાડીઓ આવી રહેલી ગાડીઓ પહેલેથી ઊભેલી ગાડીઓ અથડાઈ. જેની ઝપેટમાં ત્યાં ઊભેલા લોકો પણ આવી ગયા. આ ગોઝારા અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં જાેઈ શકાય છે કે ત્યાં ઊભેલી ગાડીઓ પાસે લોકો ઊભા હતા અચાનક ત્યારે જ પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ટક્કર મારી.
Recent Comments