રાષ્ટ્રીય

એએસઆઈ અધિકારી મહિલાની માંગમાં સિંદુર ભરવાનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

બેગૂસરાયઃ બેગૂસરાયમાં એક એએસઆઈ અધિકારી મહિલાની માંગમાં સિંદુર ભરવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એએસઆઈ સુમંત શર્મા ગુસ્સામાં મહિલાની માંગમાં સિંદુર ભરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એએસઆઈ સુમંત શર્મા એક રુમમાં સુતેલા છે. તેમની બાજૂમાં બેઠેલી એક મહિલા પોતાના હાથમાં સિંદુર લઈને સુમંતને ઉઠાવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે એક શક્સનો અવાજ આવે છે, ઉઠો છો કે પોલીસને બોલાવું. ત્યાર બાદ સુમંત શર્મા પાંચ વાર મહિલાની માંગમાં સિંદુર ભરે છે. ગુસ્સામાં એએસઆઈ સુમંત સિંદુર ભરે છે, જેના પર એક મહિલા વાંધો ઉઠાવે છે. વીડિયોમાંથી જાણવા મળે છે કે, પ્રેશરમાં સમુંત મહિલાની માંગમાં સિંદુર ભરી રહી છે. હાલમાં આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એએસઆઈ સુમન કુમાર અને મહિલા કેટલાય વર્ષોથી લીવ ઈનમાં રહેતા હતા. બંનેના બાળકો પણ છે.

પણ સુમંત હંમેશા લગ્ન કરવાની ના પાડતા રહે છે. અને મહિલા લગ્નનું પ્રેશર બનાવતી હતી. ત્યારે આવા સમયે આખરે મહિલાએ પોતાના પરિજનો સાથે મળીને બળજબરીપૂર્વક સુમંતને પોતાની માંગમાં સિંદુર ભરાવી લીધું. હાલમાં બંને પતિ-પત્ની તરીકે સુભાષ ચોકમાં રહે છે. એએસઆઈ સુમંત ઉત્પાદ પોલીસ ચોકીમાં તૈનાત છે. આ અગાઉ સુમંતે મંદીરમાં મહિલા સાથે લગ્ન કર્યા હતા, પણ આ લગ્નમાં પરિજનોને બોલાવ્યા નહોતા. જેને લઈને લગ્નનું કોઈ પ્રમાણ નહોતું. પણ બંને પતિ-પત્ની માફક રહેતા હતા. મહિલાના જણાવ્યા અનુસાર, સુમંતે સામાજિક સ્તર પર મને પત્ની તરીકે સ્વિકાર કરી નથી. જેને લઈને તે સુમંત પર પ્રેશર બનાવતી હતી. પણ તે ના પાડતો રહ્યો. હાલમાં એએસઆઈ સુમંત મહિલાની માગમાં સિંદુર ભરતા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Related Posts