અમરેલી

“રોટી માજ શ્રી રામ દર્શનમ” શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા પ્રસાદ ઘર ની મુલાકાતે સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા સહિત ના અગ્રણી પધાર્યા

દામનગર શહેર માં ચાલતા શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત પ્રસાદ ઘર ની મુલાકાતે પધારતા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા રાષ્ટ્રીય બજરંગદળ ના નિર્મલસિંહ ખુમાણ મજબૂતસિંહ બસિયા જીલુભાઈ વાળા સહિત ના અગ્રણી ઓનું અનસૂયા પ્રસાદ ઘર માં ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરતા સમગ્ર અનસૂયા પરિવાર નિયમિત રીતે દૈનિક નિઃશુલ્ક ભોજન પ્રસાદ પીરસતી સંસ્થા ની સેવા ના પ્રત્યક્ષ દર્શી બનતા અગ્રણી ઓએ ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી દૈનિક અતિથિ અભ્યાગતો અંધજનો અપંગ નિરાધાર લાચાર વ્યક્તિ ઓને સંપૂર્ણ નિઃશુલ્ક સાત્વિક ભોજન પ્રસાદ કરાવતી સેવા સમર્પણ અને સમય બદ્ધતા બદલ સમગ્ર અનસૂયા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો નિઃસ્વાર્થ અન્નદાન અભિયાન સેવા થી ખૂબ સંતોષ વ્યક્ત કરતા ડો ગજેરા સહિત ના મહાનુભવો એ સમસ્ત અનસૂયા પરિવાર અને ઉદારદાતા રત્નો ની ઉદત ભાવના સેવા સમર્પણ અને સમય બદ્ધતા ને વંદનીય ગણાવી હતી

Related Posts