દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામે પોલીસની નાકાબંધી કરી હતી.તે દરમ્યાન એક બોલેરોના ચાલકે પોલીસને જાેઈ ગાડી ભગાવતાં પોલીસે ફિલ્મી ઢબે બોલેરો ફોર વ્હીલર ગાડીનો પીછો કર્યો હતો. પોલીસને પીછો કરતાં જાેઈ ચાલક સ્થળ પર ગાડી મુકી નાસી જતાં પોલીસે ગાડીમાંથી કુલ રૂા. ૩,૫૭,૦૭૨ના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૭,૫૭,૦૭૨નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તા.૨૬ મી નવેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકાની સાગટાળા પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે બામરોલી ગામે નાકાબંધી કરી હતી. આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં.
તે સમયે બાતમીમાં દર્શાવેલી એક બોલેરો ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી. ગાડી નજીક આવતાંની સાથે તેને ઉભી રાખવાનો પ્રયત્ન કરતાં ગાડીમાં સવાર કલસીંગભાઈ સુરસીંગભાઈ બારીઆ (કોળી) (રહે. માંડવ, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) અને તેની સાથેનો બોલેરો ગાડીનો ચાલકે ગાડી ઉભી ન રાખતાં પોલીસે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસને પીછો કરતાં જાેઈ ગાડીમાં સવાર બંન્ને ઈસમો સ્થળ પર ગાડી મુકી નાસી ગયો હતો. પોલીસે બોલેરો ગાડીમાં તલાશી લેતા વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા. ૩,૫૭,૦૭૨ના જથ્થા સાથે બોલેરો ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા. ૭,૫૭,૦૭૨નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments