ભરૂચ નેશનલ હાઇવે નંબર ૪૮ પર નર્મદા ચોકડી પાસે લગ્ન પ્રસંગમાંથી દાગીનાની ઉઠાંતરી થઇ
ભરૂચ નેશનલ હાઇવે નંબર ૪૮ પર નર્મદા ચોકડી પાસે આવેલી પટેલની મોટલમાં એક લગ્ન પ્રસંગમાં બે ગઠિયાઓ પ્રવેશ્યાં હતાં. લગ્ન પ્રસંગમાં જમાઇના હાથ ધોવરાવાની વિધી વેળાં વરરાજાને સોનાનું પેન્ડલ આપવા માટે પરીવારે સોનાના – દાગીના તેમજ રોકડ મળી કુલ ૮.૨૧ લાખનો મુદ્દામાલ ચોરી કરી બન્ને ગઠિયા ફરાર થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરની શ્રવણ ચોકડી પાસે આવેલાં ગણેશ ટાઉનશીપ ખાતે રહેતાં અલ્કેશ વિપીન પટેલના ફોઇની પુત્રી શિવાનીના લગ્નનું આયોજન હાઇવે પર નર્મદા ચોકડી પાસેની પટેલની મોટેલ હોટલ ખાતે ૨ ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું.
લગ્ન પ્રસંગમાં ગ્રહશાંતીની વિધી પુર્ણ થયાં બાદ તેઓએ ભોજન ગ્રહન કર્યાં બાદ જમાઇના હાથ ધોવડાવવાની વિધી હોઇ તે વિધી વેળાં અલ્કેશ પટેલ જમાઇને સોનાનું પેન્ડલ આપવાનાં હતાં. જેના પગલે તેમણે હોલમાં મંડપ પાસે બેસેલાં તેમના મોટા મમ્મી પાસે તેમને સોના-ચાંદીના દાગીના ભરેલી બેગ માંગતા તે ત્યાંથી ગુમ થઇ ગયેલી જણાઇ હતી. તેમણે તપાસ કરવા છતાં બેગ નહીં મળતાં તેમણે હોટલના સીસીટીવી ફૂટેજ તપાસ્યાં હતાં. જેમાં સવારના એક લાલકલરનો શર્ટ પહેરેલો અને એક ક્રીમ કલરનો ફૂલોની ડિઝાઇનવાળો શર્ટ પહેરેલો એમ બે શખ્સો અંદર પ્રવેશ્યાં હોવાનું જણયું હતું.
ઉપરાંત તેઓ વારફરતી સોનાના ૮.૦૨ લાખના સોનાના દાગીના, ૫૦૦૫ રૂપિયાની મત્તાના ચાંદીના દાગીના તથા રોડક રૂપિયા ૧૫ હજાર મળી કુલ ૮.૨૧ લાખ ઉપરાંતની ચોરી થઇ હોવાનું માલુમ પડ્રયુ હતું. પોલીસે ઘટનાને પગલે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે હોટલના સીસીટીવી ફુટેજ તેમજ ફોટાઓના આધારે આસપાસના વિસ્તારમાં બન્ને ગઠીયાઓના સગડ મળવવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. બન્નેની ઓળખ મેળવવા માટે પોલીસ તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે ટુક સમયમાં જ બન્ને ગઠીયાઓ પોલીસ સકંજામાં આવે તેવી શક્યતાઓ છે.
Recent Comments