હવામાન વિભાગે આગામી ૬ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૩૮.૮૪ ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમા સરેરાશ ૪૦.૯૩ ટકા વરસાદ તથા સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૩૩.૫૭ ટકા સરેરાશ વરસાદ થયો છે. રાજ્યના ૨૦૬ જળાશયમાં કુલ ૫૧.૩૬ ટકા જળસંગ્રહ છે. તથા સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ ૪૬.૯૧ ટકા જળસંગ્રહ સાથે રાજ્યના ૨૩ ડેમ હાઈએલર્ટ, ૧૭ એલર્ટ, ૧૯ વોર્નિંગ પર છે. વરસાદના કારણે રાજ્યમાં ૧૧ ગામમાં વીજળી હાલ ગુલ થઇ છે. તથા ૧૩૭ ફીડર બંધ, ૯૬ પોલ તૂટ્યા, ૧૨ ટ્રાન્સફોર્મરને અસર થઇ છે. જેમાં ૧ નેશનલ હાઈવે, ૨ સ્ટેટ હાઈવે, ૮૯ પંચાયત માર્ગ બંધ થયા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આ અઠવાડિયા નો અંત અને આવતા અઠવાડિયાની શરૂઆત વરસાદની દૃષ્ટિએ ખૂબ જ ભારે રહેવાનું છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં મેઘરાજા જાેરશોરથી બરસી રહ્યા છે. રાબરકલ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત, અને તાપી જેવા જિલ્લાઓમાં ધોધમાર વરસાદના કારણે નદી-નાળાઓ ઊભરાયા છે, અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં સાબરકાંઠાના ઈડરમાં ૬ ઈંચ અને તલોદમાં સાડા ૫ ઈંચ વરસાદ નોંધાયો, જેના કારણે પાલનપુરમાં જળબંબાકારની સ્થિતિ જાેવા મળી. અરવલ્લીના મોડાસામાં સાડા ૫ ઈંચ, મહીસાગરના લુણાવાડામાં સવા ૫ ઈંચ, વીરપુર અને સંતરામપુરમાં ૫ ઈંચ વરસાદ ખાબક્યો. આ ઉપરાંત, રાજકોટના ઉપલેટામાં પોણા ૫ ઈંચ, અરવલ્લીના ધનસુરામાં સાડા ૪ ઈંચ, અને જૂનાગઢના વિસાવદરમાં સવા ૪ ઈંચ વરસાદ નોંધાયો.
જ્યારે બનાસકાંઠા, વડોદરા, આણંદ, ભવાનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, મોરબી, અમદાવાદ, છોટા ઉદેપુર, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
૨૬ તાલુકા અને ૨ જિલ્લામાં ૫૦ ટકાથી વધુ વરસાદ છે. જૂનમાં સૌથી વધુ કપરાડામાં ૪૩.૭૬ ઈંચ વરસાદ વરસ્યો છે. બદલાયેલી વરસાદની પેટર્ન માટે અનેક કારણ જવાબદાર છે. સુકાભઠ્ઠ જિલ્લાઓમાં અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. તથા જુલાઈમાં પણ પાછલા વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટી શકે છે. રાજ્યના ૧૬ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.
મહેસાણા બપોર બાદ પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં હાલમા ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ પણ વરસાદની શક્યતાઓ છે.
ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગામી ૬ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવમાં આવી છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ,બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરતમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસુ પૂરજાેશમાં: છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૩ તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા

Recent Comments