ગુજરાત

મોરબીના ઉંચી માંડલ નજીક પુરપાટ ઝડપે આવતા ડમ્પરની અડફેટે આવતા ૩ વર્ષની માસૂમ બાળકીનું થયું મોત

મોરબીના ઉંચી માંડલ ગામ નજીક પુરપાટ વેગે આવતા ડમ્પરની અડફેટે ચડી જતા ૩ વર્ષની માસૂમ બાળકીનું મોત થયું હતુ. જે બનાવ મામલે બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ એમ.પી ના વતની અને હાલ રંગપર ગામની સીમમાં શિવમ ઇન્ડસ્ટ્રીઝમાં રહીને મજુરી કરતા વિમલાબેન સંતુકુમાર પાવે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૧૪/૧૨ ના રોજ તેઓ પરિવાર સાથે ખરીદી અર્થે બજાર ગયા હતા. કારખાનાએથી તેઓ સાંજે ઉંચી માંડલ ગામે ખરીદી માટે ગયા હતા.

જેમાં તેના પતિ અને દીકરા બાઈક પર બેઠા હતા અને વિમલાબેન દીકરીને લઈને ખરીદી કરતા હતા. ત્યારે ઉંચી માંડલ ગામના પાટિયાથી શનાળા તરફ જવાના રસ્તા પાસે તેઓ ખરીદી કરતા હોય ત્યારે દીકરી બીનાક્ષી આસપાસ દેખાઈ ના હતી અને ત્યારે રોડ પર જાેતા ડમ્પર જીજે-૦૩-ડબ્લ્યુ-૮૯૦૩ ના ચાલકે દીકરી બીનાક્ષીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ફરિયાદીની દીકરીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ડોકટરે બાળકીને મૃત જાહેર કરી હતી. મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts