બૉલીવુડ અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી ક્રિતી સેનન ફરી એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે જાેવા મળે તેવી શક્યતાઓ છે. ફિલ્મમેકર લક્ષ્મણ ઉત્તેકરે અગાઉ તેમને લઈને ‘લૂકાછૂપી ‘ ફિલ્મ બનાવી હતી. હવે ઉત્તેકર ફરી તેમને એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે કાસ્ટ કરી રહ્યા છે.
આ ફિલ્મની સ્ક્રિપ્ટ હાલ લખાઈ રહી છે. જાેકે, તેનું શૂટિંગ આવતાં વર્ષે જ શરુ થઈ શકે તેમ છે. કાર્તિક આર્યન હાલ ‘નાગઝિલ્લા‘ તથા અન્ય ફિલ્મોનાં શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયો છે. બીજી તરફ ક્રિતી સેનન પણ રણવીર સિંહ સાથેની ‘ડોન‘ ફિલ્મની હોડમાં છે અને તે આ રોલ મેળવવામાં સફળ થશે તો આગામી કેટલાક મહિનાઓ સુધી તે ડેટ્સ આપી શકશે નહિ.
જાેકે, લક્ષ્મણ ઉત્તેકરની જ ફિલ્મ ‘મીમી‘ થકી ક્રિતી સેનનને નેશનલ એવોર્ડ મળ્યો હતો આથી તે ઉત્તેકરની અન્ય એક ફિલ્મ કોઈપણ ભોગે છોડવા પણ ઈચ્છતી નથી.
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન ફરી એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે જાેવા મળે તેવી શક્યતા

Recent Comments