fbpx
ગુજરાત

ગોધરા સ્થિત એસીબીની ટીમે લીમખેડા યુનિટના ઇન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડરને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા

ગોધરા સ્થિત પંચમહાલ એસીબી કચેરીના ફિલ્ડ પીઆઈ વી.ડી. ધોરડાની ટીમે દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પોતાના તાબા હેઠળના હોમગાર્ડ કર્મચારીને નોકરી ચાલુ કરવા માટે લાંચના નાણા માંગનાર લીમખેડા યુનિટના લાંચિયા ઇન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડર કલસિંગભાઈ પ્રતાપભાઈ પટેલને ૫૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો. લીમખેડા હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા એક હોમગાર્ડ કર્મચારીને ફરીથી નોકરી ચાલુ કરવાની વિનંતીને સાંભળ્યા બાદ તેઓના ઉપરી લીમખેડા યુનિટના ઇન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડન કલસીંગભાઇ પ્રતાપભાઈ પટેલ ૧૦,૦૦૦ રૂપિયા લાંચ આપે તો જ ફરી નોકરી ચાલુ કરવાનું સત્તાવાહી રુવાબ દેખાડ્યો હતો.

એક સામાન્ય હોમગાર્ડ કર્મચારી પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા લાંચ નાણા માંગવાની ઇન્ચાર્જ કમાન્ડન કલસીંગભાઇ પ્રતાપભાઈ પટેલ ઉઘરાણાના સામે કર્મચારી દ્વારા રક્ઝકના અંતે ૫૦૦૦ રૂપિયા આપવાનું નક્કી થયું હતું, આ સામે હોમગાર્ડ કર્મચારી દ્વારા પોતાના યુનિટના લાંચિયા ઇન્ચાર્જ કમાન્ડર કલસીંગ પટેલના વહીવટને તાબે થવાના બદલે તેઓએ ગોધરા સ્થિત પંચમહાલ એસીબી એકમના મદદનીશ નિયામક બી.એમ. પટેલનો સંપર્ક કરતા આ લાંચિયા ઇન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડરને ઝડપી પાડવા માટે પંચમહાલ એસીબીના ફિલ્ડ પીઆઇ વી.ડી ધોરડાએ લીમખેડા ખાતે પોતાની ટીમને સાથે રાખી વિહાત્મક છટકાનું આયોજન ગોઠવ્યું હતું.

એસીબી ટીમના આગમનથી બે ખબર લાંચિયા લીમખેડા યુનિટ ઇન્ચાર્જ કમાન્ડર કલસિંગભાઈ પટેલ હોમગાર્ડ કર્મચારીને લાચના નાંણા લેવા માટે લીમખેડા ખાતે આવેલ શ્રી મારુતિનંદન ઓફસેટ એન્ડ ટેન્ટ હાઉસ ઝેરોક્ષ દુકાનની બહાર બોલાવી ૫,૦૦૦ના નાણા સ્વીકારીને આનંદ અનુભવતા ઇન્ચાર્જ કમાન્ડર કલસિંગ પટેલને પંચમહાલ એસીબીની ટીમે દબોચી લેતા પોલીસ તંત્રમાં હડકપ પ્રસરી જવા પામ્યો હતો. પંચમહાલ એસીબી ની ટીમે ઝડપી પાડેલા લાંચિયા ઇન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડર કલસિંગભાઈ પટેલને દબોચી લીધા બાદ દાહોદ એસીબી કચેરી ખાતે વધુ કાર્યવાહી અર્થે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

Follow Me:

Related Posts