fbpx
અમરેલી

ચાઈનીઝ માંઝાના ઉત્પાદનોના  ખરીદ-વેચાણ, આયાત, સંગ્રહ કે વપરાશ પર પ્રતિબંધ

આગામી તા.૧૪ જાન્યુઆરી, ૨૩ને શનિવારના રોજ મકરસંક્રાંતિ (ઉતરાયણ)ના તહેવારની ઉજવણી કરવામાં આવશે. વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતી ચાઈનીઝ દોરી-દોરા, પ્લાસ્ટિકની દોરી એ માનવજીવન, પક્ષીઓ તથા પર્યાવરણ માટે ખતરારુપ છે. આથી ચાઈનીઝ તુક્કલ/ સિન્થેટિક કે ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરી અને તેના જેવી સિન્થેટિક દોરીના ખરીદ-વેચાણ, આયાત, સંગ્રહ કે વપરાશ પર પ્રતિબંધ છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી,અમરેલી દ્વારા સી.આર.પી.સી. કલમ-૧૪૪ અન્વયે આ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત પર્યાવરણ સુરક્ષા ધારો-૧૯૮૬, પ્રાણી પર ક્રૃરતા નિવારણ ધારો-૧૯૬૦, વન્યજીવ સંરક્ષણ ધારો-૧૯૭૨ તથા ઈન્ડિયન પીનલ કોડ-૧૮૬૦ અંતર્ગત પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. કોઈપણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેરમાર્ગો, રસ્તા, ફુટપાથ તેમજ ભયજનક ધાબા-અગાશીઓ પર પતંગ ઉડાડવા નહીં કે પકડવા દોડવું નહીં. આ ઉપરાંત જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગો ઉડાડવા પર પણ પ્રતિબંધિત છે. આ હુકમ સમગ્ર જિલ્લામાં તા.૨૦/૦૧/૨૩ સુધીના દિવસ સુધી અમલી રહેશે. હુકમના ભંગ બદલ ધ ઇન્ડિયન પીનલ કોડ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ દંડપાત્ર છે.

Follow Me:

Related Posts