ભાવનગરમાં સરકારી જિલ્લા પુસ્તકાલયમાં મહર્ષિ અરવિંદની સાર્ધ શતાબ્દી ઉજવણી અંતર્ગત પ્રદર્શનનો પ્રારંભ
ભાવનગરમાં સરકારી જિલ્લા પુસ્તકાલયમાં મહર્ષિ અરવિંદની સાર્ધ શતાબ્દીની ઉજવણી અંતર્ગત પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સરકારી જિલ્લા પુસ્તકાલય, જશોનાથ મંદિર પાછળ, ભાવનગર ખાતે મહર્ષિ અરવિંદ ઘોષજીના જીવન સંબંધી તસવીરોના પુસ્તકોનું પ્રદર્શન તા. ૬ થી તા. ૮ જાન્યુઆરી સુધી યોજવામાં આવેલ છે.
આ તકે નાયબ માહિતી નિયામકશ્રી ચિંતન રાવલ, એ.ટી.ઓ. શ્રી ટી.આર મહેતા, યુવા લેખકશ્રી રવિ મારુ, શ્રી ઘનશ્યામભાઈ ગઢવી, ગ્રંથપાલ ડો. રવિ પરમાર અને મદદનીશ ગ્રંથપાલશ્રી વિવેક સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments