બાગેશ્વર બાબાએ સુભાષ ચંદ્ર બોઝની સ્ટાઈલમાં હુંકાર ભર્યો
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સતત ચર્ચામાં છે. તેમના પર નાગપુરમાં રામકથા દરમિયાન પાખંડી હોવાનો આરોપ લાગ્યા તે સતત ચર્ચામાં છે. હાલમાં તેઓ રાયપુરમાં છે અને ત્યા કથા કરી રહ્યા છે. રાયપુરમાં તેમણે એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી સનસની ફેલાઈ છે. તેમણે મંચ પરથી કહ્યું કે, તુમ હમારા સાથ દો, હમ હિન્દુ રાષ્ટ્ર બનાયેંગે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતિ પર તેમણે આ નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે.
પોતાના નિવેદનો અને ચમત્કાર બતાવાનો દાવો કરીને ચર્ચામાં આવેલા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ નેતાજી સુભાષ ચંદ્ર બોસની જયંતિ પર નિવેદન આપીને ફરીથી ખળભળાટ મચાવી દીધો છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, નેતાજી સુભાષ ચંદ્ર બોસનો નારો હતો કે, તુમ મુને ખૂન હો મેં તુમ્હે આઝાદી દૂંગા. હવે આવી જ રીતે મારો એક નારો છે, તુમ હમારા સાથ દો, હમે હિન્દુ રાષ્ટ્ર બનાયેંગે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોને કહ્યું કે, આ નારો સમગ્ર દેશમાં ફેલાવામાં લાગી જજાે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, ફક્ત બાગેશ્વર ધામ પર જ આરોપ નથી લાગ્યા.
એક રીતે જાેવા જઈએ તો, આ સમગ્ર હિન્દુ ધર્મ પર આગળી ઉઠાવાનો મામલો છે એટલા માટે ભારત દેશના લોકોને ઘરમાંથી બહાર નીકળીને તેનો જવાબ આપવો જાેઈએ. જાે તેમ છતાં પણ લોકો આગળ નહીં આવે તો, તેમને ડરપોક માનવામાં આવશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમમા લોકોને આ નારો મોબાઈલ દ્વારા દરેકને મોકલવા માટે હુંકાર કર્યો છે. દેશમાં એવા કોઈ મહાપુરુષ નથી થયાં, જેના પર કોઈ આરાપો નથી લાગ્યા. પછી તે મીરા હોય, રવિદાસ હોય, કબીર હોય કે તુલસીદાસ હોય, બધાને કસોટી પર ખરા ઉતરવું પડ્યું છે.
Recent Comments