રાજ્યમાં થઈ રહેલા વિકાસકાર્યોની શ્રૃંખલાના ભાગરૂપે સરકારશ્રીના પંચાયત, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં બાબરા ખાતે તાલુકા પંચાયતના નવા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આશરે રુ. ૨૪૦ લાખના ખર્ચે તૈયાર થયેલા તાલુકા પંચાયત ભવનનું આગામી શનિવાર તા. ૦૪ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦.૩૦ કલાકે નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને લોકાર્પણ થશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલિયા ઉપસ્થિત રહેશે. લાઠી-બાબરા મત વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સર્વે અધિકારીશ્રીઓ, મહાનુભાવો સહિતના ઉપસ્થિત રહેશે.
નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને બાબરા તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ થશે


















Recent Comments