બગસરાના સુડાવડ ગામે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત કિસાન ગોષ્ઠિ યોજાઇ
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામે પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત ફિલ્ડ ડે/ કિસાન ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામોની વિગતવાર માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી. આત્મા પ્રોજેકટ અમરેલીના ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેકટર શ્રી દિલીપભાઈ ચાવડા તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલીના વિષય વિશેષજ્ઞ શ્રી નિલેશભાઈ કાછડીયા, શ્રી વિરેન્દ્રભાઈ પરમાર પ્રાકૃતિક કૃષિના જિલ્લા સંયોજક શ્રી ભીખાભાઇ પટોળીયા તેમજ સુડાવડ ગામના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત, પ્રાકૃતિક કૃષિના જિલ્લાના સહસંયોજકશ્રી ગોલણભાઈ વાળા સહિતનાઓએ પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. સુડાવડ ગામના સરપંચશ્રી પ્રવિણભાઇ આસોદરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા, તેમ બગસરા તાલુકાના આત્માના બ્લોક ટેકનોલોજી મેનેજરશ્રી અપૂર્વભાઈ ભડલીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments