fbpx
બોલિવૂડ

શાહરુખ-સલમાન ક્યારે કરશે ‘ટાઇગર ૩’નું શૂટિંગ?.. થયો મોટો ખુલાસો

ફિલ્મ પઠાનને રિલીઝ થયાના ૨૫ દિવસ થઇ ગયા છે. શાહરુખ ખાન મોટા પડદા પર ફરી પાછા ફરવાની તૈયારીઓ કરી રહ્યા છે. થિએટરોમાં મુવી પાછા આવી ગયા છે અને દર્શકોએ આ ફિલ્મને અઢળક પ્રેમ આપ્યો છે. જાે કે શાહરુખની પઠાન ફિલ્મએ બહુ સારી કમાણી બોક્સ ઓફિસ પર કરી લીધી છે. આ ફિલ્મએ ભારતમાં ૫૧૦ કરોડથી પણ વધારે કલેક્શન કર્યુ છે, જ્યારે આનું વર્લ્ડવાઇડ કલેક્શન ૧૦૦૦ કરડો રૂપિયા સુધી લગભગ પહોંચી ગયુ છે. શાહરુખને પઠાન ફિલ્મનો દર્શકોનો મોટો સપોર્ટ મળ્યો છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટૂ નથી.

પઠાનમાં ફેન્સને વર્ષો પછી શાહરુખ અને સલમાન ખાનની જબરજસ્ત જાેડી જાેવા મળી હતી. જાે કે આ બન્ને સુપરસ્ટાર હવે ફિલ્મ ટાઇગર ૩માં સાથે જાેવા મળશે. લેટેસ્ટ રિપોર્ટ્‌સમાં આ વાતનો ખુલાસો થયો છે કે શાહરુખ અને સલમાન આ ફિલ્મનું શૂટિંગ ક્યારે કરવાના છે. જાે કે આ વાત હવે દરેક લોકોને ખબર છે કે શાહરુખની પઠાન અને સલમાનની ટાઇગર યશ રાજના સ્પાઇ યુનિવર્સનો હિસ્સો છે. આ પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે બન્ને એકબીજાની ફિલ્મમાં જાેવા મળશે. ‘ટાઇગર ૩’ માટે બન્ને સ્ટાર્સની સાથે જાેવા મળતા સીન્સને ગયા વર્ષ ફિલ્માવવામાં આવ્યો હોત, પરંતુ કેટલાક પર્સનલ અને પ્રોફેશનલ કારણોને કારણે આવું શક્ય થઇ શક્યુ નહીં. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સૂત્રો અનુસાર હવે સલમાન અને શાહરુખ સીનના શૂટિંગ માટે સ્પેશલ સેટ તૈયાર કરવામાં આવ્યો છે. બન્નેનું સીકવન્સ એપ્રિલ ૨૦૨૩માં શૂટ થશે.

ફિલ્મ પઠાનમાં ટાઇગર અને પઠાનની સીકવન્સને ફેન્સે ખૂબ પસંદ કરી હતી. આ સીન ફિલ્મની હાઇલાઇટ બન્યા હતા. હવે મેકર્સની કોશિશ છે કે આ ફિલ્મ ટાઇગર ૩ની સીકવન્સને વધારે દમદાર બનાવે. એક મોટી વાતનો ખુલાસો સુત્રએ કર્યો છે કે, શાહરુખ ખાનની સ્ટાઇલ ટાઇગર ૩માં અલગ હોઇ શકે છે. શાહરુખ આ સમયે બીજી બે ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યા છે. એવામાં વાળને ફરી વધારવા મુશ્કેલ કામ બની શકે છે. પઠાનમાં શાહરુખની ભૂમિકામાં લાંબા વાળ હતા. એવામાં બની શકે છે કે ‘ટાઇગર ૩’ના શૂટમાં વિગનો ઉપયોગ કરે.

Follow Me:

Related Posts