વેબસિરીઝને ટક્કર મારે તેવી લવ ટ્રાઇએંગલમાં હત્યાની ઘટના વડોદરામાં સામે આવી છે. જેમાં બે પ્રેમીઓએ મળીને પરિણીત પ્રેમિકા ચમેલીની હત્યા કરી નાખી હતી અને તેની લાશને મિનિ નદીના બ્રિજ પરથી ફેંકી દીધી હતી. છાણી પોલીસે આ ઘટનાનો ભેદ ઉકેલીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. વડોદરા એ ડિવિઝનના છઝ્રઁ ડી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, ૧૬ ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે પદમલા ગામની સીમમાં મિનિ નદીના બ્રિજની નીચે અજાણી મહિલાની લાશ મળી હતી. આ લાશને પ્રાથમિક દ્રષ્ટીએ જાેતા તેના ચહેરા પર ઇજાના નિશાન હતા.
આ ઘટના શંકાસ્પદ જણાતા તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું હતું કે, મહિલાના ગળે ટુંપો આપવામાં આવ્યો હતો. આ અજાણી સ્ત્રીના સગા સંબંધીઓ હતા નહીં. જેથી પોલીસે આ સ્ત્રી કોણ છે? તેની તપાસ શરૂ કરી હતી. છાણી પોલીસે સરકાર તરફે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. છાણી પોલીસ માટે આ અનડિટેક્ટ હત્યાનો ગુનો હતો અને આ સ્ત્રી અજાણી હતી.
જેથી વડોદરા શહેર ક્રાઇમ બ્રાંચ અને છાણી પોલીસની જુદી-જુદી ટીમોએ સાથે મળીને કામે લાગ્યા હતા. આ સ્ત્રી કોણ છે? તે શોધવું ખૂબ જ જરૂરી હતું. જેથી અમે હોટલ્સમાં તપાસ કરી હતી. રોડ પર પસાર થતાં વાહનો ચેકિંગ કરીને તપાસ કરી હતી. ભરૂચથી લઈને આણંદ સુધી ટીમો મોકલીને વસાહતોમાં જઈને આ મહિલા ત્યાં રહે છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી હતી. મહિલાના જમણા હાથ પર હિન્દીમાં ઓમ લખેલું હતું. એટલે મહિલા હિન્દી ભાષી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
Recent Comments