ફેબ્રુઆરી મહિનો તો હજુ ચાલી રહ્યો છે અને આવામાં દેશભરના ગુજરાત રાજ્ય સહિત અનેક રાજ્યોમાં રેકોર્ડતોડ ગરમી પડવા લાગી. દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે મહત્તમ તાપમાન ૩૧.૪ ડિગ્રી નોંધાયુ. જ્યારે સોમવારે ૩૩.૬ડિગ્રી હતું. જ્યારે ગુજરાત સહિત અન્ય કેટલાક રાજ્યોમાં પણ તાપમાન ૩૫ ડિગ્રી ઉપર પહોંચી ગયેલું જાેવા મળ્યું છે. આ બધા વચ્ચે ભારતીય હવામાન વિભાગે (ૈંસ્ડ્ઢ) એ ચેતવણી ઉચ્ચારી છે અને જણાવ્યું છે કે આવનારા દિવસોમાં હિટવેવના કારણે તાપમાન રેકોર્ડ તોડી શકે છે.
પરંતુ શું તમે જાણો છો કે ફેબ્રુઆરી મહિનામાં આટલી ગરમી કેમ પડી રહી છે ફેબ્રુઆરીમાં કાળઝાળ ગરમી કેમ?.. તેનું કારણ છે આ.. ફેબ્રુઆરી મહિનામાં મોટાભાગે તમે ગુલાબી ઠંડીનો અહેસાસ કરતા હોવ છો પરંતુ આ વખતે હવામાને અલગ જ રૂપ ધારણ કર્યુ છે. એક અજીબ પરિવર્તન જાેવા મળ્યું છે. ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ તાપમાનમાં વધારાના અનેક કારણો હોઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે સ્વચ્છ આકાશ, હવાની ધીમી ગતિ, અને દક્ષિણ-પૂર્વ તરફથી હવાની દિશાનું બદલાવવું એ તાપમાનમાં વધારાના કારણ હોઈ શકે છે. આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું કે ઉીજંીહિ ડ્ઢૈજંેહ્વિટ્ઠહષ્ઠી ના એક્ટિવ ન થવાના કારણે પણ તાપમાનમાં વધારો જાેવા મળે છે.
અત્રે જણાવવાનું કે દેશની રાજધાની દિલ્હી અને તના નજીકના વિસ્તારોમાં આજે સવારે ગાઢ ધુમ્મસ છવાયલું જાેવા મળ્યું. જે આ મહિનામાં અસામાન્ય વાત છે. આ કારણે ન્યૂનતમ તાપમાનમાં થોડો ઘટાડો જાેવા મળ્યો. દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન સામાન્યથી ૩ ડિગ્રી સેલ્સિયસ વધુ ૧૪.૩ ડિગ્રી સેલ્સિયસ જાેવા મળ્યું. ૈંસ્ડ્ઢના જણાવ્યાં મુજબ ગાઢ ધુમ્મસ એટલા માટે પણ અસામાન્ય છે કારણ કે રાજધાનીમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાન સામાન્યથી વધુ નોંધાઈ રહ્યું છે. દિલ્હીના પ્રમુખ હવામાન કેન્દ્ર સફદરજંગ વેધશાળામાં સોમવારે વધુમાં વધુ તાપમાન ૯ ડિગ્રી વધીને ૩૩.૬ ડિગ્રી નોંધાયું હતું.
જે ૧૯૬૯ બાદથી ફેબ્રુઆરી મહિનાનો ત્રીજાે સૌથી ગરમ દિવસ રહ્યો. દિલ્હીમાં મંગળવારે મહત્તમ તાપમાન ૩૧.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતા સાત ડિગ્રી વધુ રહ્યું. એક વરિષ્ઠ હવામાન વૈજ્ઞાનિકે જણાવ્યું કે આ તાપમાન મોટાભાગે માર્ચના શરૂઆતના ૧૫ દિવસમાં જાેવા મળે છે. (ઈનપુટ- ન્યૂઝ એજન્સી ભાષા)
Recent Comments