fbpx
ગુજરાત

વિજાપુરમાં બટાકાનું ઉત્પાદનની સામે સંતોષ પ્રમાણે ભાવ ન મળતા ખેડૂતોને હાલાકી પહોંચી

મહેસાણા જિલ્લામાં આવતા વિજાપુર તાલુકામાં મગફળી, બટાકા અને એરંડા પાકોનું સૌથી વધુ વાવેતર થાય છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હિરપુરા તેમજ મહાદેવ પુરા મહેશ્વર સહિતના ગામોમાં બટાકાનું વાવેતર કરનાર ખેડૂત પાસે બટાકાના ઉત્પાદન માટે કરવામાં આવતો ખર્ચ અને તેનું વળતર પણ મળતું નથી. ખેડૂત પોતાના પરિવાર સાથે ખેત મજૂરી કરી બટાકા કાઢે છે પણ ભાવ નીચા મળે છે. લાંબા સમયે કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવે તો કોલ્ડ સ્ટોરેજનું ભાડું પણ વેચાણ સમયે નીકળતું નથી, જેથી કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મુકવાનું પોષાય તેમ ના હોઈ ઘણી વખત બટાકા ખરાબ થઈ જતા હોવાથી ખેડૂતોને ઘણું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે.

વિજાપુર પંથકના ખેડૂતોના જણાવ્યાં પ્રમાણે હાલમાં બટાકાના પુરતા પ્રમાણમાં ભાવો મળતા નથી. ગત વર્ષ કરતા આ વખતે બટાકાના ૧૮૦ થી ૨૦૦ રૂપિયા સુધીના ભાવ મળે છે. પરંતુ આ ભાવે વેચાણ કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ નીકળતો નથી જેથી ખેડૂતોને રાતે પાણીએ રડવાનો વારો આવે છે. સરકારે ખેડૂતો માટે બટાકાના પોષણ ક્ષમ ભાવ મળે તે માટે વિચારવું જાેઈએ જેથી ખેડૂતો વાવેતરના સમયે કરેલી મહેનત તેમજ ઉપજ માટે ખર્ચી નીકળે તે ખેડૂતો માટે અત્યંત જરૂરી બન્યું છે.

Follow Me:

Related Posts