fbpx
રાષ્ટ્રીય

છોકરી બોયફ્રેન્ડ સાથે કરી રહી હતી વાતો, ત્યારે જ પિતા આવ્યા ને..’ ૮મા માળેથી કૂદીને કર્યો આપઘાત

નોઈડાના દનકૌર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં એક નિર્માણાધીન ઈમારતના ૮મા માળેથી કૂદીને ૨૦ વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો છે. પોલીસ અનુસાર, યુવતી ત્યાં પોતાના પ્રેમીને મળવા માટે ગઈ હતી. ત્યારે જ તેમના પિતા ત્યાં પહોંચી ગયા. પોલીસે જણાવ્યું કે પિતાને જાેઈને યુવતી ડરી ગઈ અને ઈમારત પરથી કૂદીને આપઘાત કર્યો. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

પોલીસે યુવતીના પ્રેમી વિરુદ્ધ આપઘાત માટે મજબૂર કરવાની ધારા અંતર્ગત ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે. દનકૌર પોલીસ સ્ટેશનના પ્રભાર નિરીક્ષક સંજય કુમાર સિંહે જણાવ્યું કે મથુરાનો એક પરિવાર ગ્રેટર નોઈડામાં રહેતો હતો. પરિવારમાં ૨૦ વર્ષીય યુવતીને લાલા કુમાર નામના યુવક સાથે સંબંધ હતો. લાલા કુમાર દનકૌર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં નિર્માણાધીન એક સોસાયટીમાં કામ કરતો હતો. પ્રભારી નિરીક્ષક સંજય કુમારે જણાવ્યું કે યુવક અને યુવતી વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. યુવતી ગત શુક્રવારે સાંજે પોતાના પ્રેમીને મળવા માટે નિર્માણાધીન ઈમારતમાં પહોંચી હતી.

તે પોતાના પ્રેમી સાથે બેસીને વાત કરી રહી હતી. આ દરમિયાન તેમના પિતા ત્યાં આવી ગયા અને પિતાને જાેઈને યુવતી ડરી ગઈ અને ૮મા માળેથી કૂદી ગઈ. પ્રભારી નિરીક્ષક સંયજ કુમારે જણાવ્યું કે ગંભીર પરિસ્થિતિમાં તેમને ગ્રેટર નોઈડાની જિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડૉક્ટર દ્વારા તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. તેમણે જણાવ્યું કે મૃતકના પિતાની ફરિયાદ પર પોલીસે ફરિયાદ નોંધીને આરોપી પ્રેમીની ધરપકડ કરી છે.

Follow Me:

Related Posts