ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા શ્રી અલ્પેશભાઈ સુતરીયા અને તેમના પત્ની શ્રીમતી સંગીતાબેન સુતરીયા બંને આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ઈજીપ્ત ખાતે ભાગ લીધો હતો જેમાંથી શ્રી અલ્પેશભાઈ સુતરીયા ફાઇનલ મેચમાં ખૂબ જ રસાકસી બાદ દ્વિતીય સ્થાન મેળવીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશભાઈ ૮૦% દિવ્યાંગતા ધરાવે છે અગાઉ તેઓ નેશનલ પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ પણ જીતી ચૂક્યા છે.
નેશનલ કક્ષાએ અલગ અલગ ટુર્નામેન્ટમાં વિજેતા શ્રી અલ્પેશભાઈ ઇજિપ્ત ખાતે રમાયેલ ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લઈને ગુજરાતને રીપ્રેસન્ટ કર્યું હતું. દેશ વિદેશમાંથી લગભગ ૨૩ જેટલા દેશોના ખલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. શ્રી અલ્પેશભાઈ એ તા. ૨૩ થી ૨૮ ફેબ્રુઆરી સુધી રમાયેલ મેચોમાં કેટેગરી-૧ માં ઈજિપ્ત, સાઉથ આફ્રિકા, ફ્રાંસ, કજાકીસ્તાન જેવા દેશના ખેલાડીઓને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
ફાઇનલ મેચમાં અલ્પેશ ભાઈએ ૨-૩ ના સ્કોરથી મેચ એક તબક્કે રસાકશી સર્જી દીધી હતી. અને અંતિમ રાઉન્ડમાં અલ્પેશ ભાઈની હાર થઈ હતી પરંતુ સિલ્વર મેડલ જીત્યાંની ખુશી હતી.
આ અંગે શ્રી અલ્પેશભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ચાર-પાંચ વર્ષથી નેશનલ ટેબલ ટેનિસ રમી રહ્યા છીએ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી ૧૦ લોકોની પસંદગી થઈ છે જેમાં ભાવનગરમાંથી તેઓ એવા પ્રથમ દિવ્યાંગ ખેલાડી હશે કે જેમને આ લેવલ સુધી પહોંચીને ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત અગાઉ ભાવનગરમાંથી કોઈ પણ દિવ્યાંગ ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પહોંચી શક્યું નથી.
ભાવનગરનું આ દંપતી છેલ્લા ચાર-પાંચ વર્ષથી નેશનલ પેરા ટેબલ ટેનિસમાં મેડલ મેળવી રહ્યું છે. બંને દંપતી આંબાવાડી ખાતે આવેલ અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર ખાતે ટેબલ ટેનિસની પ્રેક્ટિસ કરી રહ્યા છે.
Recent Comments