સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા – જેસર ની પ્રવેશસત્ર-૨૦૨૬ ના પ્રથમ રાઉન્ડની પ્રવેશ કામગીરી તા.
૧૪/૦૫/૨૦૨૬ થી શરૂ થઇ ગયેલ છે તેમજ સંસ્થા ખાતે ધોરણ-૮ પાસ આધારિત વેલ્ડર અને પ્લમ્બર તેમજ અને
ધોરણ – ૧૦ પાસ આધારિત કોપા, ફીટર, મિકેનિક ડિઝલ જેવા કોર્ષ ચાલે છે. જેની પ્રવેશ ફોર્મ ભરવા માટેની છેલ્લી
તા. ૨૩/૦૬/૨૦૨૬ છે. તો વહેલી તકે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા વેબસાઈટ https:/itiadmission.gujarat.gov.in/ પર
ફોર્મ ભરી શકાશે. તેમજ કચેરી સમય ૧૦:૩૦ થી ૫:૦૦ દરમ્યાન ઓનલાઇન ફોર્મ ભરવા તેમજ માર્ગદર્શન માટે
સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા જેસરની યાદીમાં જણાવવામાં આવે છે.
જેસર આઈ.ટી.આઈ. મા વિવિધ કોર્ષમા પ્રવેશ ફોર્મ તા. ૨૩ જૂન સુધીમાં ભરી શકાશે













Recent Comments