fbpx
રાષ્ટ્રીય

સંસદમાં બજેટ સત્રનો શરુ થઇ ગયો બીજાે તબક્કો

સંસદના બજેટ સત્રનો બીજાે તબક્કો આજથી શરુ થઈ રહ્યો છે. સત્રના આ ભાગમાં સરકારનો મુખ્ય એજન્ડા લાંબા સમયથી અટવાયેલા બિલને પસાર કરવાનો રહેશે. સત્રના આ તબક્કામાં ૨૬ બિલ રાજ્યસભામાં અને ૯ બિલ લોકસભામાં પાસ થવાના બાકી છે. તો વળી સરકારની પ્રાથમિકતા નાણાકીય બિલને પાસ કરાવાની રહેશે. આ ઉપરાંત બાકી અટવાયેલા બિલ પર પણ સરકાર પાસ કરાવશે.

વિપક્ષી પાર્ટી, બિન ભાજપશાસિત રાજ્યોની સરકારો વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓના કથિત દુરુપયોગ અને અદાણી ગ્રુપ સાથે જાેડાયેલ મુદ્દા પર સરકારનો ઘેરાવ કરશે. બજેટ સત્રના બીજા તબક્કામાં સંસદના બંને સદનમાં રણનીતિ તૈયાર કરવા માટે વિપક્ષી પાર્ટીઓની બેઠક સોમવારે સવારે યોજાશે. વિપક્ષી પાર્ટીઓ તરફથી બીજા તબક્કામાં ઈડી અને સીબીઆઈ તરફથી વિપક્ષી નેતાઓને ટાર્ગેટ કરવાના મુદ્દા ઉઠાવશે. બજેટ સત્ર દરમિયાન ટીએમસી એલઆઈસી, એસબીઆઈ સામે ખતરો, મોંઘવારી, બેરોજગારી, કેન્દ્રીય એજન્સીઓના કથિત દુરુપયોગ મુદ્દા પર દલીલો રજૂ કરશે.

તો વળી સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની રણનીતિ તૈયાર કરવા માટે આજ સવારે વિપક્ષી પાર્ટીઓ બેઠક કરશે. સત્રના બીજા તબક્કામાં વિપક્ષ કેન્દ્રીય એજન્સીઓના કથિત દુરુપયોગ અને અદાણી વિવાદ સહિત અમુક રાજ્યના મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સૂત્રોએ જણાવ્યું કે, વિપક્ષી પાર્ટીઓ લગભગ ૧૦ કલાકે સંસદ ભવન પરિસરમાં રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જૂન ખડગેના કાર્યાલયમાં બેઠક થવાની આશા છે. તેમણે કહ્યું કે, ત્યાર બાદ કોંગ્રેસ સંસદીય પાર્ટીની બેઠકમાં સાંસદો ભાગ લેશે, જ્યાં પાર્ટીની રણનીતિ પર ચર્ચા થશે.

Follow Me:

Related Posts