અમરેલી

દામનગર સબ સેન્ટર ખાતે સગર્ભા કેમ્પ નું આયોજન ૧૦૩ સગર્ભા બહેનો ને આરોગ્ય શિક્ષણ થી ડો સિંહ દ્વારા અવગત કરાયા

દામનગર સબ સેન્ટર ખાતે સગર્ભા કેમ્પ નું આયોજન તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર અને જરખીયા પી એ સી કેન્દ્ર ડો મુકેશ સિંહ તેમજ ગાયનેકોલોજીસ્ટ ડો યોગેશ રાખોલીયા દ્વારા ૧૦૩ સગર્ભાધાત્રી બહેનો ની તપાસ દવા લેબોટરી હેલ્થ ચેકઅપ વિના મૂલ્યે કરાયું હતું ડો મુકેશ સિંહ દ્વારા સગર્ભા બહેનો ના આરોગ્ય શિક્ષણ થી અવગત કરાયા હતા.

આ કેમ્પ માં ડો ઉર્વશીબેન મુલાણી એવમ દામનગર આરોગ્ય સ્ટાફ પી બી ભટ્ટી રાજ દીક્ષિત પડાયા પૂર્વીબેન રિનાબેન પટેલ દિગ્ગના ગૌતમ બોરડ નેહલ રાઠોડ દામનગર શહેર ના તમામ આશા વર્કર બહેનો અને ખીલખીલાટ સ્ટાફ સહિત સૌથી વધુ સગર્ભા બહેનો ને લાવવા માટે ગીતાબેન ગોહિલ જાગૃતિબેન ચૌહાણ ને પ્રોત્સાહિત ભેટ થી સન્માનિત કરાયા હતા.

Follow Me:

Related Posts