રાહુલ ગાંધીએ ગુજરાતી ભોજનની ઈચ્છા વ્યક્ત કરતાં ફાઇવસ્ટાર હોટલનો પ્લાન કેન્સલ!
રાહુલ ગાંધી સુરતમાં માનહાનિના કેસમાં ચુકાદો માટે આવ્યા હતા. ત્યારે ચુકાદામાં દોષિત જાહેર થયા બાદ જામીન મેળવીને તેઓ સૌપ્રથમ સર્કિટ હાઉસ ખાતે ગયા હતાં. ત્યાંથી બપોરના ભોજન માટે તેમના માટે ફાઈવસ્ટાર મેરિયટ હોટલમાં કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રાહુલ ગાંધીએ ગુજરાતી ભોજન જમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી તાત્કાલિક પ્લાન બદલવામાં આવ્યો હતો. થોડીવાર માટે સુરક્ષા અધિકારીઓ સાથે દલીલો થઈ હતી, પરંતુ આખરે રાહુલ બાબાની ઈચ્છાને પૂર્ણ કરવામાં આવી હતી. સાસુજી ડાઇનિંગ હોલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમણે લસણિયા બટાટા સહિતના ભોજનનો સ્વાદ માણ્યો હતો. કોંગ્રેસ દ્વારા મેરિયટ હોટલમાં જમવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
જાેકે રાહુલ ગાંધીએ પૂછ્યું કે જમવા ક્યાં જઈએ છે. તો નેતાઓએ કહ્યું, મેરિયટ હોટલમાં જમવાની વ્યવસ્થા કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું, મને ગુજરાતી ડિશ ખાવાની ઈચ્છા છે. માટે ગુજરાતી ખાવાનું મળે ત્યાં જમીશ. સિક્યોરિટી માટેનો રૂટ સર્કિટ હાઉસથી મેરિયટ હોટલ તરફનો ગોઠવાયો હતો, પરંતુ અંતિમ ઘડીએ રાહુલ ગાંધીએ પોતાની ઈચ્છા અન્ય હોટલમાં જમવાનું કહેતાં આખો રોડ બદલવો પડે એમ હતો. આ બાબતે સિક્યોરિટી અધિકારીઓ સાથે દલીલો પણ થઈ હતી. આખરે રાહુલ ગાંધીને જમવા માટે સાસુજી ડાઇનિંગ હોલમાં લાવવામાં આવ્યા હતા.
Recent Comments