અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી મહિલા અધ્યાપન મંદિર ખાતે દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓનો વિદાય સમારંભ  યોજાયો 

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી મહિલા અધ્યાપન મંદિર ખાતે સંસ્થાના પ્રમુખ શ્રી નીલાબેન વાઘાણી તથા સભ્યશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓનો વિદાય સમારંભ  યોજાયો. આ પ્રસંગે તાલીમાર્થીઓ દ્વારા સુંદર  સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો. 

આજરોજ તારીખ ૨૯-૩-૨૦૨૩ના શ્રી મહિલા અધ્યાપન મંદિર, સાવરકુંડલા ખાતે દ્વિતીય વર્ષના તાલીમાર્થી બહેનોનો વિદાય સમારંભ ઉત્સવ ઉજવાયો હતો આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી નીલાબેન વાઘાણી તથા સંસ્થાના મંડળના સભ્યશ્રીઓ,હાજર રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય શ્રી બાબુભાઈ,  શિક્ષક શ્રી રવિભાઈ, ભાવેશભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનો દ્વારા સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ગરબા, લોકગીત, નાટક અને વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા.

Related Posts