હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ ફરી બની શકે છે ચેમ્પિયન!…
પાછલી IPL ૨૦૨૩ સીઝનમાં કમાલ કરનારી ગુજરાત ટાઈટન્સ આ વર્ષે કેવી કમાલ કરી શકશે તે અંગે ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આ વખતે ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પરથી જ IPL ૨૦૨૩ની શરુઆત કરવા જઈ રહી છે. ૩૧મી માર્ચે શરુ થઈ રહેલી સીઝનની પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. બન્ને ટીમ વચ્ચે સીઝનની શરુઆત સાથે જ કાંટાની ટક્કર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વખતે પણ ૈંઁન્માં ગુજરાત ટાઈટન્સ ગજબની કમાલ કરશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પાછલા વર્ષે ટીમે નવી ફ્રેન્ચાઈઝી હોવા છતાં ધાકડ પરફોર્મન્સ કરીને કપ પર કબજાે કરી લીધો હતો. ટીમના ઘણાં ખેલાડીએ જબરજસ્ત પરફોર્મન્સ કર્યું હતું. ટીમમાં જે નવા ખેલાડી આવ્યા છે તેમણે પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ગજબનો દમ બતાવ્યો છે.
ટીમમાં જે ખેલાડીઓ છે તેઓ ્૨૦ સ્પેશિયાલિસ્ટ છે માટે આ સીઝનમાં ધમાલ મચાવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પાછલી સીઝન બાદ ટીમની તાકાત ત્રણ ગણી વધી હોવાનું માનવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાનો અનુભવ વધ્યો છે, હાર્દિકે ભારતીય ટીમના કેપ્ટન તરીકેની ભૂમિકા પણ ભજવી છે. ટીમના મોટા ખેલાડી શુબમન ગિલનું કદ પણ વધ્યું છે અને રાશિદ ખાનને કઈ રીતે ભૂલી શકાય! રાશિદ ખાને આ મહિને રમાયેલી કલંદર્સ સાથે પાકિસ્તાન સુપર લીગ્સનો ખિતાબ જીત્યો છે. હાર્દિક પંડ્યાની ટીમે પાછલા વર્ષે ડેબ્યુ કર્યું અને તેમાં જ કપ જીતીને કમાલ કરી દીધી હતી. હાર્દિક પર વિશ્વાસ મૂકીને તેને ભારતીય ટીમની કમાન સંભાળવાની જવાબદારી પણ મળી હતી.
હાર્દિકે ્૨૦માં ૧૧ મેચમાં કેપ્ટનની ભૂમિકા ભજવી છે જેમાંથી ભારતને ૮ મેચમાં જીત મળી છે. કેપ્ટન બનવાની સાથે હાર્દિકની બેટિંગ અને બોલિંગમાં ધાર જાેવા મળી છે. હાર્દિકે ૧૨ મહિનામાં ૩૩ ્૨૦ ઈન્ટરનેશનલમાં ૭૧૮ રન સાથે ૨૭ વિકેટ પણ લીધી છે. પાછલા ૧ વર્ષમાં કોઈ બેટ્સમેને પોતાના રમતથી લોકોને પ્રભાવિત કર્યા હોય તો તે શુબમન ગિલ છે. વનડેમાં રનનો પહાડ કરીને ગિલે ્૨૦માં પણ સફળ પ્રદર્શન કર્યું છે. તેણે આ વર્ષે જ ્૨૦માં ડેબ્યુ કર્યું છે. ગિલે ૬ ્૨૦ મેચમાં ૪૦ની એવરેજ સાથે ૨૦૨ રન કર્યા છે. જ્યારે આ ગાળામાં તેણે એક સદી પણ કરી દીધી છે. રાશિદ ખાનની ગણતરી ્૨૦ના ધાકડ ખેલાડી તરીકે થાય છે. તે મેચ વિનર ખેલાડી છે. ૨૦૨૩માં રાશિદે કમાલનું પરફોર્મન્સ આપ્યું છે. તાજેતરમાં જ લાહોરમાં કલંદર્સ સાથે પાકિસ્તાન સુપર લીગ ટ્રોફી જીતી છે. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો હતો. ૧૧ મેચમાં રાશિદે ૬.૫૩ના ઈકોનોમી રેટ સાથે ૨૦ વિકેટ લીધી હતી.
Recent Comments