સ્વ નાનુભાઈ બલરની બીજી પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્રરત્નો એ ગામ ની તમામ શાળા માં બટુક ભોજન કરાવ્યું

દામનગર ના શાખપુર ગામે સ્વ. નાનુભાઈ જેરામભાઈ બલરની બીજી પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્રરત્નો શાંતિભાઈ નાનુભાઈ બલર તેમજ કાંતિભાઈ નાનુભાઈ બલર તરફથી શાખપુર કુમાર શાળા ,શાખપુર કન્યાશાળા, શાખપુર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ શાખપુર ગામના ત્રણેય બાલમંદિરમાં લાઈવ ઢોકળા નું બટુક ભોજન કરાવવામાં આવ્યું જે બદલ ગામના તમામ બાળકો તેમજ ત્રણેય શાળાના સ્ટાફ વતી શાંતિભાઈ નાનુભાઈ બલર તેમજ કાંતિભાઈ નાનુભાઈ બલર માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
Recent Comments