અમરેલી તાલુકાના દેવરાજીયાના રિંકલબેન કિશોરભાઈ ભાલુ (ઉં.વ.૨૧)નું તા.૨૧-૫-૨૦૨૩ રવિવારના રોજ અકાળે અવસાન થતાં તેમનાં પરિવારજનો દ્વારા અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના માધ્યમથી ચક્ષુદાન ક્ષેત્રે સેવારત સંવેદન ગૃપના વિપુલભાઈ ભટ્ટીનો સંપર્ક કરી ચક્ષુદાન કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે ડૉ. યાદવ, અસિતભાઈ રાખોલિયા ઉપસ્થિત રહ્યા હતાં, આ નેત્રદાન સ્વીકારવા માટે મેહુલભાઈ વ્યાસ તથા દર્શન પંડ્યાએ સેવા આપી હતી, ભાલુ પરિવારે કપરાં સમયે કરેલ યોગ્ય નિર્ણય બે અંધ વ્યક્તિના જીવનમાં રોશની લાવશે તેમ સંસ્થાના મેહુલ વાઝાએ જણાવ્યું છે.
અમરેલી સંવેદન ગૃપ દ્વારા ૯૮મું ચક્ષુદાન

Recent Comments