સ્વતંત્ર સેનાની વીર સાવરકરની જન્મજયંતીની ઉજવણી હિન્દુ ધર્મ સેના અમરેલી શહેર દ્વારા કરવામાં આવી
અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના અમરેલી દ્વારા પૂજ્ય શ્રી નૌતમ સ્વામીજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વીર વિનાયક સાવરકરજી ની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજેલ તેમાં અમરેલી શહેરમાં ફુલહાર નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અખિલ ભારતીય સંત સમિતિ અમરેલી જિલ્લા અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી રામ મનોહર દાસ બાપુ તેમજ ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા ની ઉપસ્થિતિમાં યોજાયો હતો ઉલ્લેખનીય છે કે શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા વીર સાવરકરની તસવીર મંડળમાં ભેટ આપવામાં આવી હતી. આ તકે હિન્દુ ધર્મ સેના અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી સંદીપભાઈ માંગરોળીયા,શહેર પ્રમુખ શ્રી ધર્મેશભાઈ વિસાવળીયા,વિહીપ ના પૂર્વ અધ્યક્ષ શ્રી ભાનુભાઈ કિકાણી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી જીતુભાઈ ડેર, અમરેલી શહેર ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ માંગરોળીયા, અમરેલી જિલ્લા ભાજપ કોષાઅધ્યક્ષ શ્રી દીપકભાઈ વઘાસિયા ,બ્રહ્મ સમાજ અગ્રણી શ્રી બકુલભાઈ પંડ્યા, શ્રી રોહિતભાઈ મહેતા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી આશિષભાઈ અકબરી, હિન્દુ ધર્મ સેના જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી સંદીપભાઈ ત્રિવેદી, શ્રી જયસુખભાઈ સોરઠીયા, શ્રી રાકેશભાઈ નાકરાણી શ્રી તુષારભાઈ વાણી,શ્રી બીપીનભાઈ લીંબાણી, શ્રી ડોક્ટર રાજેશભાઈ કથીરિયા,શ્રી વિજયભાઈ વસાણી તેમજ હિન્દુ ધર્મ સેનાના અમરેલી શહેરના હોદ્દેદાર શ્રી અમિતભાઈ તલસાણીયા, શ્રી ઘનશ્યામભાઈ ગેડિયા, શ્રી ચિંતનભાઈ રાજ્યગુરુ,શ્રી ચિંતનભાઈ લોલીયાણા,શ્રી જયરાજભાઇ વાળા, શ્રીપંકજભાઈ સોલંકી, શ્રી રવિભાઈ મારુ, શ્રી આદેશ સોરઠીયા, શ્રી અભિષેક પોશિયા, શ્રીતુષાર પાનેલીયા, શ્રી અક્ષય ઠુમ્મર સહિતના હોદ્દેદારો તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો જોડાયા હતા તેમ અમરેલી હિન્દુ ધર્મ સેના શહેરના મહામંત્રી શ્રી વિદુરભાઈ ડાબસરા યાદીમાં જણાવેલ છે.
Recent Comments