રાષ્ટ્રીય

ભારતનું માર્કેટ કેપિટલાઈઝેશન હવે ૩.૩૧ ટ્રિલિયન ડોલરના સ્તરે પહોંચી ગયું

ફ્રાન્સ જેવા દેશને પાછળ છોડીને હવે વિશ્વના ટોપ-૫ શેરબજારમાં સામેલ થયું

ભારતીય શેરબજાર માટે સોમવારનો દિવસ સારો રહ્યો. આજે ટ્રેડિંગ કલાકમાં સેન્સેક્સ ફરી એકવાર ૬૩,૦૦૦ના આંકને પાર કરી ગયો. આ સાથે ભારતીય સ્ટોક એક્સચેન્જ વિશ્વના ઘણા મોટા ઈક્વિટી બજારોને પાછળ છોડીને ટોપ-૫ની યાદીમાં સામેલ થઈ ગયું છે. ભારતનું માર્કેટ કેપિટલાઈઝેશન હવે ૩.૩૧ ટ્રિલિયન ડોલર (એટલે ??કે ૩.૩૧ લાખ કરોડ ડોલર)ના સ્તરે પહોંચી ગયું છે. આ સાથે તે ફ્રાન્સ જેવા દેશને પાછળ છોડીને હવે વિશ્વના ટોપ-૫ શેરબજારમાં સામેલ થઈ ગયુ છે.જાે આપણે શેરબજારમાં વધારાની વાત કરીએ તો આ વર્ષની શરૂઆતથી ભારતીય સ્ટોક એક્સચેન્જના કુલ માર્કેટ કેપમાં ઇં૩૩૦ બિલિયનનો વધારો થયો છે. એટલે કે માત્ર ૫ મહિનામાં ભારતીય શેરબજારોનું વેલ્યુએશન ૨૭,૨૬,૧૮૦ કરોડ રૂપિયા વધી ગયું છે. અત્યારે ૧ ડૉલરની કિંમત ૮૨.૬ રૂપિયા છે.ભારતીય સ્ટોક એક્સચેન્જના માર્કેટ વેલ્યુએશનના સંદર્ભમાં માત્ર ૪ દેશો જ આગળ છે. આમાં અમેરિકા ૪૪.૫૪ ટ્રિલિયન ડોલરની સાથે નંબર વન પર છે.

આ પછી ચીન ઇં૧૦.૨૬ ટ્રિલિયન માર્કેટ કેપ સાથે બીજા સ્થાને, જાપાન ઇં૫.૬૮ ટ્રિલિયન માર્કેટ કેપ સાથે ત્રીજા અને હોંગકોંગ ઇં૫.૧૪ ટ્રિલિયન માર્કેટ કેપ સાથે ચોથા સ્થાને છે. ફ્રેન્ચ શેરબજારનું મૂડીકરણ ઇં૩.૨૪ ટ્રિલિયન છે.સોમવારની જ બજારની સ્થિતિ પર નજર કરીએ તો સેન્સેક્સ ૩૪૪.૬૯ પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. તે સવારે ૬૨,૮૦૧.૫૪ પોઈન્ટ પર ખુલ્યો હતો અને સાંજે ૬૨,૮૪૬.૩૮ પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે દિવસના ટ્રેડિંગ દરમિયાન તે ૬૩,૦૨૬ પોઈન્ટના સ્તરે પહોંચી ગયો હતો.એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૮,૬૧૯.૧૫ પોઈન્ટ પર ખુલ્યો હતો અને ૯૯.૩૦ પોઈન્ટના વધારા સાથે ૧૮,૫૯૮.૬૫ પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે ૧૮,૬૪૧.૨૦ પોઈન્ટની ટોચે પણ પહોંચ્યો હતો.ભારતના શેરબજારનું વધતું કદ એ અહીં થઈ રહેલી પ્રગતિનું પ્રતીક છે. આ સાથે ભારત હાલમાં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ૈંસ્હ્લ અનુસાર દેશનો આર્થિક વિકાસ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ૫.૯ ટકા રહેવાનો છે. આ રીતે ભારતની તરફેણમાં રહેલા તમામ પરિબળો દર્શાવે છે કે ભારત ટૂંક સમયમાં ઇં૫ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બની જશે.

Related Posts