fbpx
ભાવનગર

વિશ્વ હિન્દુ પરિષદ-ભાવનગર ગ્રામ્ય પાલીતાણા પ્રખંડ દ્વારા તા: 10 અને 11 જૂન ના રોજ 2  દિવસીય દુર્ગાવાહિનીનો વર્ગ યોજાયો

જેમાં પાલીતાણા શહેર આસપાસના ગ્રામ્ય અને ભાવનગરની કુલ ૨૧૦ બહેનો હાજર રહ્યા.આ વર્ગમાં બહેનોને જૂડો, કરાટે, લાઠીદાવ, તિરંદાજી, રમતગમત ,ચર્ચાસત્રો તથા અલગ અલગ બૌધિકના વિષયો લેવામાં આવ્યા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધકારીઓ નમ્રતાબેનr રયાણી પ્રાત સંયોજીકા,જસ્મીનબેન વેગડ માતૃશક્તિ જિલ્લા સંયોજિકા અને સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી સદસ્ય તથા જગદીશભાઈ  રયાણી ભાવનગર વિભાગ મંત્રી, રામદેવસિંહ પ્રમુખ બજરંગદળ પાલીતાણા , કિરીટભાઈ લકુમ પૂર્વ પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ પાલીતાણા તથા બજરંગ દળના તેમજ અન્ય કાર્યકર્તા રાજપાલસિંહ સરવૈયા,ભાવેશભાઈ કાળોતરા, અંકિતભાઈ ઉપસ્થિત રહ્યા હતા.આ બે દિવસની શિબિરમાં થનાર તમામ ખર્ચ માટેના દાતાશ્રીઓનો અને સ્વામી વિવેકાનંદ કોલેજ પાલીતાણા ના ટ્રસ્ટી શ્રી ધર્મિષ્ઠાબેન દવે પ્રાધ્યાપક કીર્તિ બેન ધુરકા , નંદિની બેન બારડ તેમજ અન્ય શિક્ષક ગણનો આ આ તકે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હદયપૂર્વક આભાર માનવામાં આવે છે.

Follow Me:

Related Posts