અમરેલી

રાજુલા તાલુકાની ઉચૈયા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુકની જગ્યા માટે ૩૦ જુન સુધીમાં અરજી કરવી

રાજુલા તાલુકાની ઉચૈયા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક કમ કુકની જગ્યા પર લાયકાત ધરાવતા હોય તેઓ અરજી કરી શકે છે. ઓછામાં ઓછી ૨૦ વર્ષની ઉંમર મર્યાદા અને વધુમાં વધુ ૫૫ વર્ષ છે. આ માટે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ તા.૩૦ જુન,૨૦૨૩ બપોરના ૨ વાગ્યા સુધીમાં અરજીપત્રક મામલતદારશ્રી, રાજુલાની ટપાલ શાખાને પહોંચાડવાનું રહેશે. સ્થાનિક રહેવાસી અને મહિલા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે. રાજ્ય સરકારના નિયમોનુસાર માનદ વેતન મળવાપાત્ર છે તેમ મામલતદારશ્રી, રાજુલાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts