રાષ્ટ્રીય

કેન્દ્ર સરકાર લઈ શકે છે મોટો ર્નિણય, કેબિનેટની મંજૂરી વગર ૨૦૦૦ કરોડ સુધીના પ્રોજેક્ટ પાસ થશે!

૫૦૦-૧૦૦૦ કરોડના પ્રોજેક્ટ માટે નાણા મંત્રાલયની મંજૂરી જરૂરી છે તો, ?૨૦૦૦ કરોડ સુધીના પ્રોજેક્ટ મંજૂરી વગર પાસ થશે

દેશમાં વિકાસના માર્ગને સરળ બનાવવા માટે કેન્દ્ર સરકાર બહુ જલ્દી મોટો ર્નિણય લઈ શકે છે. સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે ટૂંક સમયમાં દેશમાં ૨૦૦૦ કરોડ રૂપિયા સુધીના પ્રોજેક્ટ માટે આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (ઝ્રઝ્રઈછ)ની મંજૂરી લેવી ફરજિયાત નહીં હોય. હાલમાં, મંત્રાલયો તેમના સ્તરે રૂ. ૫૦૦ કરોડ સુધીના પ્રોજેક્ટને પોતાની રીતે મંજૂરી આપી શકે છે. નામ જાહેર ન કરવાની શરતે, સત્તાવાર સૂત્રોએ માહિતી આપી કે આ સંબંધમાં એક પ્રસ્તાવ નાણાં મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. એવી અપેક્ષા છે કે આ માટે નવી માર્ગદર્શિકા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે રૂ. ૨૦૦૦ કરોડ સુધીના પ્રોજેક્ટ્‌સ માટે આ છૂટ મળવાથી, ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ્‌સને જમીન પર ઉતારવામાં મદદ મળશે. હાલમાં દેશના મંત્રીઓ પોતાના સ્તરે ૫૦૦ કરોડ રૂપિયા સુધીના ખર્ચના પ્રોજેક્ટને મંજૂરી આપી શકે છે. જ્યારે ૫૦૦ કરોડથી ૧૦૦૦ કરોડના ખર્ચના પ્રોજેક્ટને માત્ર નાણા મંત્રાલયની પરવાનગીની જરૂર હોય છે.

જ્યારે કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ જ આનાથી વધુ ખર્ચના પ્રોજેક્ટ પર સ્ટેમ્પ લગાવે છે. નવા નિયમ હેઠળ આ ખર્ચ મર્યાદા વધારીને ૨૦૦૦ કરોડ કરી શકાય છે, એટલે કે નાણા મંત્રાલયની મંજૂરીથી જ આવા પ્રોજેક્ટને પાસ કરી શકાશે. પોર્ટફોલિયો ધરાવતા મંત્રીઓની નાણાકીય સત્તામાં છેલ્લે વર્ષ ૨૦૧૬માં સુધારો કરવામાં આવ્યો હતો. આ મુજબ, મંત્રીઓ તેમના સ્તરે આયોજિત અને બિન-આયોજિત યોજનાઓ અથવા ૫૦૦ કરોડ રૂપિયા સુધીની યોજનાઓને મંજૂરી આપી શકે છે. અગાઉ મંત્રીઓની નાણાકીય શક્તિ ૧૫૦ કરોડ રૂપિયા સુધી મર્યાદિત હતી. અધિકારીઓનું કહેવું છે કે મંજૂરીમાં વિલંબને કારણે પ્રોજેક્ટની વધતી કિંમતને લઈને ઘણા હિતધારકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જમીન પર ઉતારવામાં, પ્રોજેક્ટ્‌સ મળવામાં વિલંબ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સરકારનો આ ર્નિણય બંને પર લગામ લગાવશે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયનો એપ્રિલ રિપોર્ટ દર્શાવે છે કે રૂ. ૧૫૦ કરોડથી વધુના ખર્ચના ૧,૬૦૫ પ્રોજેક્ટમાંથી ૩૭૯નો ખર્ચ વધી ગયો છે, જ્યારે ૮૦૦ પ્રોજેક્ટમાં વિલંબ થયો છે. આ ૧૬૦૫ પ્રોજેક્ટ પર કુલ રૂ. ૨૨,૮૫,૬૭૪.૨૫ કરોડનો ખર્ચ થવાનો હતો, પરંતુ હવે રૂ. ૨૭,૫૦,૫૯૧.૩૮ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. આ રીતે, આ તમામની કુલ કિંમતમાં ૨૦.૩૪ ટકા એટલે કે ૪,૬૪,૯૧૭.૧૩ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

Follow Me:

Related Posts