અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાંતલી નદી પરના મુંજીયાસર સિંચાઈ યોજનામાં પાણીની આવક શરુ છે. તા.૧ જુલાઈ, ૨૦૨૩ ના રોજ સવારે ૯.૪૫ વાગ્યે ડિઝાઇન સ્ટોરેજ કરતા ૧૦૦ % પૂર્ણ સપાટીએ ભરાયો છે. જળાશયમાં પાણીની આવક શરુ છે તેથી જળાશય ગમે તે સમયે ઓવર ફલો થઈ શકે છે, આથી હાઇ એલર્ટ આપવામાં આવે છે. મુંજીયાસર ઓવરફ્લો થતાં બગસરા તાલુકાના જામકા, સનાળીયા, બગસરા, જેઠીયાવદર, શીલાણા તેમજ અમરેલી તાલુકાના બાબાપુર, મોટા માંડવડા, ટીંબલા, ગાવડકા અને પાણીયા સહિતના ગામને અસર થઈ શકે તેવી સંભાવના છે. આથી, લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. જળાશયનું હાલનું લેવલ ૬૨.૯૩૮ મીટર, જળાશય હાલની ઊંડાઈ ૭.૪૬૭ મીટર, જળાશયનો હાલનો કુલ જથ્થો ૧૩.૬૪૮ mcum અને જીવંત જથ્થો ૧૩.૬૩૦ mcum છે. પાણીની હાલની આવક ૨૫, ૫૫૪ છે, તેમ મુંજીયાસર સિંચાઈ યોજના બગસરાના મદદનીશ ઇજનેરશ્રી અને સેક્શન અધિકારીશ્રીએ જણાવ્યું છે.
બગસરા મુંજીયાસર સિંચાઇ યોજનામાં પાણીની આવક: ૧૦૦ % ભરાઈ જતાં હાઈ એલર્ટ

Recent Comments