સમસ્ત મહાજન દ્વારા પાલિતાણા ખાતે ત્રણ દિવસનાં “વૈશ્વિક અહિંસા મેગા સંમેલન’’ નું આયોજન થયું કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાએ સંમેલનમાં ખાસ હાજરી આપી
પાલીતાણા વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. ૨૧ વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ જે ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સદસ્ય છે તેઓ વર્તમાન સમયમાં તે જીવનનો મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે. કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં ૩૦૦થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્ત મહાજન સેવારત છે.
સમસ્ત મહાજન દ્વારા પાલીતાણા ખાતે ત્રણ દિવસનાં “વૈશ્વિક અહિંસા મેગા સંમેલન’’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસનાં કાર્યક્રમમાં સફાઈ અભિયાન, સ્નેહમિલન સંમેલન, ગુજરાતનાં એક આદર્શ ગામ હાણોલ, પાલીતાણાની મુલાકાત, સમસ્ત મહાજન દ્વારા ગ્રામીણ ક્ષેત્રમાં કરવામાં આવતા વિકાસ કાર્યોનું અવલોકન, સાંસ્કૃતિક કાર્યક્રમ, આચાર્ય ભગવંતજીનાં આશિર્વચન, સમસ્ત મહાજનનાં પદાધિકારીઓ, કાર્યકર્તા સમિતિ, સલાહકાર બોર્ડની સમીક્ષા બેઠક વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયનાં મંત્રી પરસોત્તમ રૂપાલા, ભારત સરકારનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા, આચાર્ય ભગવંતશ્રીઓ, પૂજ્ય સાધ્વીજીઓ, પૂજ્ય બંધુબેલડીજી, પૂજ્ય શ્રી લલીત કિશોર શરણજી મહારાજ (શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ, મોટા મંદિર લીમડી), ગુરુઆશ્રમ, બગદાણાનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રેષ્ઠી વર્ય શ્રી મનજીદાદા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ભીખાભાઈ બારૈયા, જામનગરનાં મેયર બીનાબેન કોઠારી, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ શિહોર, પાલીતાણા નગરપાલિકાના પ્રમુખ શીલાબેન શેઠ તેમના પ્રતિનિધિ અજયભાઈ શેઠ, નીકુલસિંહ સરવૈયા તેમજ ભાજપના સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો, એનીમલ વેલ્ફેર બોર્ડનાં સુનીલ માનસિંગકા (નાગપુર) સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ ત્રિ-દિવસીય ‘વૈશ્વિક અહિંસા સંમેલન’નાં બીજા દિવસે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ નવરત્ન આરાધના ભવનમાં એકત્ર થયેલી વિશાળ જનમેદનીને સંબોધન કર્યુ હતું. તેમણે પોતાના માનનીય પ્રવચનમાં કહ્યું ગાય એ આગમી સમયમાં દાન લેનારી નહિ પણ દાન દેનારી બને તે પ્રકારની અર્થ વ્યવસ્થાનું નિર્માણ આપણે કરવાનું છે. ભૂમિ સુધારણાની વાત હોય, પ્રાકૃતિક ખેતીની વાત હોય, આરોગ્ય સુધારણાની વાત હોય આ તમામ સામાજિક – ધાર્મિક – આર્થિક – શારીરિક – માનસિક મુદાઓમાં ગૌમાતા હંમેશા કેન્દ્રમાં રહી છે અને ભવિષ્યમાં પણ રહેવાની છે. ભારતનાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ ગોવર્ધન સહિતની યોજના થકી ગૌમાતાની ચરણ વંદના કરી છે. તેમણે એનીમલ હેલ્પલાઈનની સેવા સંબંધિત વિસ્તૃત જાણકારી આપી ‘ગૌ ટેક’ પ્રોડકટમાંથી બનતી દરેક વસ્તુ માનવ જીવનમાં કઈ રીતે ઉપયોગી છે તેની સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગાય ભારતની સક્ષમ અર્થવ્યવસ્થાનું અનિવાર્ય કેન્દ્ર છે. વિધાતાના લખેલા નબળા વિધાનો ગાય માતાની જીભ અડતા સીધા થાય છે તેવી પણ ધાર્મિક માન્યતા છે.
આ “વૈશ્વિક અહિંસા મેગા સંમેલન’’માં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સાંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા—પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક–સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત, પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચા કરવામાં આવી હતી.ગૌમાતા હંમેશા ભારતની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાનો આધાર રહી છે. ‘વૈશ્વિક અહિંસા મેગા સંમેલન’ એ એક ઐતિહાસિક પ્રયાસ છે જેમાં ગાય-કેન્દ્રિત અને ગાય આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ વર્ગના સેંકડો લોકો ભાગ લઇ રહ્યા છે. ગાયનાં પંચગવ્ય નિર્મિત શેમ્પૂ, સાબુ અને ગૌમૂત્ર વડે બનાવેલ સૌંદર્ય પ્રસાધનો, દવા સહિત ગાય આધારિત ઉત્પાદનો વિશેની જાણકારી અને સમજ આ સંમેલનમાં આપવામાં આવી હતી.સંમેલનને સફળ બનાવવા આપવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ (મો. 9820020976), પરેશ શાહ(મો. 9819301298), દેવેન્દ્ર જૈન (મો. 9825129111), મિત્તલ ખેતાણી(મો. 9824221999), અજયભાઈ શેઠ(મો. 9426228018), ગિરીશ સત્રા(મો. 9820163946) સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
Recent Comments