અભિનેત્રી આલિયા ભટ્ટ આજકાલ સમાચારોમાં છવાઈ ગઈ છે. આ મહિનાના અંતમાં તેની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ રિલીઝ થવાની છે, તેણે હોલીવુડમાં ‘હાર્ટ ઓફ સ્ટોન’ સાથે ડેબ્યુ કર્યું છે. આ ઉપરાંત તેણે પોતાની ક્લોધિંગ બ્રાન્ડનું વિસ્તરણ કર્યું છે. દીકરીની માતા બન્યા બાદ તે ફરી એક વાર પ્રોફેશનલ લાઇફમાં વ્યસ્ત થઈ ગઈ છે છતાં દીકરી રાહા તેનાં માટે પ્રાયોરિટી છે. બુધવારે એક કાર્યક્રમમાં હાજરી આપવા દિલ્હી આવેલી આલિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે તે કઈ રીતે વર્ક-લાઇફ બેલેન્સ જાળવે છે ત્યારે તેણે જણાવ્યું કે, “મને લાગે છે કે દરેકે સંતુલન જાળવવું જાેઇએ. તમારે તમારો પરિવાર, વર્ક લાઇફ, બાળકો, ઘર, તમારી જાત, હેલ્થ સહિત બધું જ જાળવવાનું હોય છે. લાઇફ આવી જ છે. યુ હેવ ટુ કીપ ઓન મુવિંગ.” જીવનમાં પ્રાયોરિટી અંગે પૂછવામાં આવતા ૩૦ વર્ષીય અભિનેત્રીએ જણાવ્યું કે, “સૌથી મહત્વની વાત એ છે કે –મારી પાસે તમામ જવાબો નથી. ક્યારેક હું મેનેજ નથી કરી શકતી. હું મારી ટોપ પ્રાયોરિટીઝ જાણું છું. હાલમાં મારી દીકરી રાહા મારી સૌથી મોટી પ્રાથમિકતા છે. અત્યારે હું કોઇ મોટીવેશનલ સ્પીકરની જેમ વાત કરી રહી છું પણ વાત એ છે કે તમે કેટલું સારું કરી રહ્યા છો તેનો વિચાર કર્યા વગર આગળ વધતા રહેવાનું છે. જસ્ટ કીપ ગોઇંગ. સચ ઈઝ લાઇફ.” ફેન્સને સલાહ આપતા તેણે કહ્યું કે, “હાલમાં તમે જે ન કરતા હોવ તેનાં પર વિચાર ન કરો. શું કરી રહ્યા છો તેનાં પર વિચારો અને ચહેરા પર સ્માઇલ રાખો અને જાે આંખમાં આંસુ હોય તો પણ વાંધો નહીં કારણ કે આ જ તો જિંદગી છે.” દિલ્હીમાં પ્રાઇમ વિડીયો દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં તે બ્લેક સાડીમાં સુંદર લાગતી હતી. દરમિયાન, તેની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું બીજંું ગીત વોટ ઝૂમકા બુધવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીત અરિજીત સિંહ અને જાેનિતા ગાંધીએ ગાયું છે. કરણ જૌહર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ૨૭ જુલાઇનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આલિયા હોલીવુડમાં પણ ડેબ્યુ કરી રહી છે. ગેલ ગેડોટ અને જેમી ડોરનમ સાથેની ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન ઓગસ્ટ મહિનામાં ઓટીટી પર રિલીઝ થવાની છે.
દીકરી રાહા મારા માટે ‘ટોપ પ્રાયોરિટી’ છે : આલિયા ભટ્ટ


















Recent Comments