ભારતની આ ડીલ થતા ચીન-પાકિસ્તાનની ઉંઘ હવે ઉડશે
ભારતીય રક્ષા દળો ચીન અને પાકિસ્તાન સરહદો પર દેખરેખ માટે ૯૭ ‘મેડ-ઇન-ઇન્ડિયા’ ડ્રોન ખરીદવા માટે તૈયાર છે. અમેરિકા પાસેથી ૩૧ પ્રિડેટર ડ્રોન ખરીદવાના ર્નિણય બાદ ભારત હવે ‘મેક-ઈન-ઈન્ડિયા’ પ્રોજેક્ટ હેઠળ ૯૭ અત્યંત સક્ષમ ડ્રોન ખરીદવા તરફ આગળ વધી રહ્યું છે. સરકારી સૂત્રોએ છદ્ગૈંને જણાવ્યું કે, “રક્ષા દળોએ સંયુક્ત રીતે વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધર્યો હતો. આ પછી ર્નિણય લેવામાં આવ્યો કે જમીન અને સમુદ્ર બંને પર નજર રાખવા માટે ૯૭ મધ્યમ ઉંચાઈવાળા ડ્રોનની જરૂર પડશે. મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય વાયુસેના ૧૦ હજાર કરોડથી વધુના ખર્ચે આ ડ્રોન્સ ખરીદવા જઈ રહી છે. તેમાં માનવરહિત હવાઈ વાહનોની મહત્તમ સંખ્યા હશે જે ૩૦ કલાક સુધી સતત ઉડાન ભરી શકશે. ૧૦ હજાર કરોડથી વધુના ખર્ચે ખરીદવામાં આવનાર આ ડ્રોન છેલ્લા કેટલાક વર્ષોમાં ત્રણેય સેનાના કાફલામાં સામેલ કરાયેલા ૪૬ હેરોન યુએવીથી અલગ હશે. માહિતી અનુસાર, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (ૐછન્) અને મૂળ સાધન ઉત્પાદકો સંયુક્ત રીતે ‘મેક-ઈન-ઈન્ડિયા’ દ્વારા જૂના ડ્રોનને અપગ્રેડ કરી રહ્યા છે. આ ડ્રોનને ૬૦ ટકાથી વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીને દેશની અંદર આ ડ્રોનની ક્ષમતા વધારવા આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતે તાજેતરમાં ૩૧ પ્રિડેટર ડ્રોન ખરીદવાનો ર્નિણય કર્યો છે. આ ડ્રોન હાઈ એલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ કેટેગરીના છે. મોટાભાગે તેનો ઉપયોગ ભારતના વિશાળ વિસ્તારોની દેખરેખ માટે કરવામાં આવશે. હાલમાં, ચીન અને ભારત વિશ્વના એવા દેશો છે, જ્યાં વેપારની શ્રેષ્ઠ સંભાવનાઓ જાેવા મળે છે. તેનું સૌથી મોટું કારણ અહીંનું બજાર છે. વૈશ્વિક સ્તરે બંને દેશોનું બજાર વિશાળ છે. આને ધ્યાનમાં રાખીને વિશ્વના ઘણા મોટા દેશોએ સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં રોકાણ કર્યું છે. જાેકે, કોવિડ બાદથી વિદેશી રોકાણકારોની પ્રથમ પસંદગી ચીનને બદલે ભારત બની ગયું છે. પાકિસ્તાની લોકો પણ ચીન કરતા ભારત પર વધારે વિશ્વાસ કરી રહ્યા છે. એક પાકિસ્તાની યુટ્યુબરે પાકિસ્તાની લોકોને પુછેલા સવાલોમાં આ જવાબ આપ્યા હતા.
Recent Comments