દામનગર પાલિકા તંત્ર તરફથી વાહિયાત દાખલા કાઢી અરજદારોની ક્રૂર મશ્કરી કેમ? અત્યંત ગરીબ ખરેખર ગરીબ ગરીબી રેખા નીચે આવા દાખલા કઈ કચેરીમાં વેલીડ ?
દામનગર સ્થાનિક નગરપાલિકા કચેરી તરફ થી જરૂરિયાત મંદ ગરીબો ની મદદ ને બદલે વાહિયાત દાખલા ઓ આપી ક્રૂર મશ્કરી કેમ ? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના બોર્ડ કોર્પોરેશન ની મોટા ભાગ ની યોજના ઓમાં લાભાર્થી ઓ માટે ફરજિયાત માપદંડ BPL હોય વર્ષ ૨૦૦૫ થી સર્વ જ નથી કરાયો લાભાર્થી ઉજળી આશા એ સરકારી સહાય કે યોજના માટે જેતે વિભાગ માં દરખાસ્ત કરે તેમાં પાલિકા તંત્ર તરફ થી વાહિયાદ દાખલા આપી અરજદારો ને રીતસર ધંધે લગાડી જરૂરિયાત મંદ લાચાર પરિવારો ની ક્રૂર મશ્કરી કરતા હોવા નું સ્પષ્ટ દેખાઈ આવે છે પાલિકા શાસકો એ BPL સર્વે કરી ગરીબ પરિવારો ને સરકારી યોજના ઓના લાભ મળે તેવા પ્રયાસ કરવા ના બદલે ગરીબ અત્યંત ગરીબ હોવા ના દાખલા આપી ગરીબ પરિવરો ને ખોટા ખર્ચ ના ખાડા માં ઉતારી રહ્યા છે આ પ્રકાર માં દાખલા કઈ કચેરી માં વેલીડ છૅ ? રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન વિધવા મહિલા માટે સંકટ મોચન પછાત કલ્યાણ સમાજ કલ્યાણ અન્ન પુરવઠા કુટિર જ્યોત કુંવરબાઈ નું મામેરું સહિત કઈ કચેરી માં આવા વાહિયાત દાખલા વેલીટ છે ? કઈ કચેરી આ વાહિયાત દાખલા માં સહાય આપી શકે ? જરૂરિયાત મંદ ગરીબ પરિવારો ખરેખર મદદ કરવી હોય તો BPL સર્વે કરો જરૂરિયાત મંદ લાભાર્થી ઓને સમાવેશ કરી યાદી અપડેટ કરો ખૂબ મોટા પ્રમાણ માં જરૂરિયાત મંદ શ્રમિક લાભાર્થી ની દરખાસ્તો નામંજૂર થઈ રહી છે વાહિયાત દાખલા ની બદલે સર્વે કરી લાભાર્થી ઓને મદદ કરો મશ્કરી નહિ
Recent Comments