સૌરાષ્ટ - કચ્છ

કચ્છમાં સૌથી વધુ સિઝનનો ૧૩૬ ટકા વરસાદસૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ૧૦૯ ટકા વરસાદ પડ્યો

ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું જાેર ઘટી રહ્યુ છે. કેટલાક વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા નોંધાઇ રહ્યા છે. જાે કે વરસાદની આ સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં ૭૯ ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી વધુ આ સિઝનમાં ૧૩૬ ટકા વરસાદ પડ્યો છે. તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ૧૦૯ ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ૬૯ ટકા વરસાદ ખાબક્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં ૫ દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી ૫ દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહેશે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.

Related Posts