રાષ્ટ્રીય

નિકોબાર ટાપુઓમાં જાેરદાર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર ૫.૦ની તીવ્રતા

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આજે (બુધવાર) સવારે ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (દ્ગઝ્રજી) એ અહેવાલ આપ્યો છે કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૦ નોંધવામાં આવી હતી. ભૂકંપ સવારે લગભગ ૫ઃ૪૦ વાગ્યે આવ્યો હતો, જેની ઊંડાઈ ૧૦ કિમી નોંધવામાં આવી હતી. હાલમાં જાનમાલના નુકસાનની માહિતી હજુ સુધી મળી નથી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ચાર દિવસ પહેલા શનિવારે મોડી રાત્રે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં જાેરદાર ભૂકંપ અનુભવાયો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (ય્હ્લઢ) તરફથી મળેલી માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૮ માપવામાં આવી હતી. ત્યારે ય્હ્લઢએ કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર ૧૦ કિમીની ઊંડાઈએ હતું. અફઘાનિસ્તાનમાં શુક્રવારે સાંજે લગભગ ૬.૯ મિનિટે ભૂકંપ આવ્યો હતો. દ્ગઝ્રજી અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૨ નોંધવામાં આવી હતી. બીજી તરફ ૨૩ જુલાઈના રોજ સવારે ૮.૪૬ કલાકે અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા ૪.૬ માપવામાં આવી હતી. આ સિવાય અરુણાચલ પ્રદેશમાં શુક્રવારે સવારે ૮.૫૦ કલાકે ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (દ્ગઝ્રજી) અનુસાર, રાજ્યના પેંગિનના ઉત્તરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ માપવામાં આવી હતી. જાે કે આના કારણે કોઈ જાનહાની કે જાનમાલના નુકસાનની કોઈ માહિતી મળી નથી. બીજી તરફ ૨૨ જુલાઈએ અરુણાચલના તવાંગમાં ૩.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Follow Me:

Related Posts