તા.૧૦/૦૭/૨૦૨૩ નાં રોજ અમરેલીમાં જુના માર્કેટીંગ યાર્ડ સામે આવેલ જિલ્લા માહિતીની કચેરીનું પાછળ બારણ કોઇ અજાણયા ઇસમે તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી, કચેરીમાં આવેલ લોખંડની તિજોરી ખોલી તેમાં રહેલ નિકોલ કંપનીનો D 5600 મોડલનો કેમેરો કિ.રૂ.૫૬,૪૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય જે અંગે અમરેલી માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી દિવ્યાબેન જયંતિભાઈ છાટબાર નાઓએ ફરીયાદ જાહેર કરતા અજાણ્યા આરોપી વિરૂધ્ધ અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૪પ૯/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૪૫૪, ૩૮૦ મુજબનો ગુન્હો રજી. થયેલ.
ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજી. થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને ગઇ કાલ તા.૦૨/૦૮/૨૦૨૩ નાં રોજ અમરેલી સીટી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી તેમજ ટેકનીકલ સોર્સ આધારે હકિકત આધારે અમરેલી, સીવીલ હોસ્પીટલ સામેથી એક ઇસમને પકડી પાડી, તેની સઘન પુછ પરછ કરતા ઉપરોકત ચોરીની કબુલાત આપતા, પકડાયેલ ઇસમને આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પો.સ્ટે. માં સોંપી આપેલ છે.
→ પકવાના બાકી આરોપીની વિગતઃ-
કનૈયાગીરી રમેશગીરી અપરનાથી, ઉં.વ.૨૭, રહે.પોરબંદર, ખાપટ, નાગનાથ મંદીર પાસે, તા.જિ.પોરબંદર
→ પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
પકડાયેલ આરોપી કનૈયાગીરી રમેશગીરી અપરનાથી વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે, ૧) ધારી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૨૦૬૪૨/૨૦૧૨ આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૭૯, ૫૦૪, ૫૧૧, ૧૧૪ મુજબ. (૨) જેતલસર રેલ્વે પો.સ્ટે. (રાજકોટ ગ્રામ્ય) પ્રોહી.ગુ.ર.નં.૦૮/૨૦૧૯, પ્રોહી. કલમ ૮૫(૧) મુજબ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા અમરેલી એલ.સી.બી.ના એ,એસ,આઇ, મહેશભાઇ સરવૈયા, ભગવાનભાઇ ભીલ, તથા પો.હેડ કોન્સ. જાહીદભાઇ મકરાણી, તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments