સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અટલ ધારા કાર્યાલય ખાતે એમ.એલ.શેઠના વિધાર્થીઓ અને શાળા ના કેમ્પસ ડાયરેકટર સંદીપકુમાર ખડદિયા એ મુલાકાત લીધી અને કરી પ્રશ્નોતરી..
સાવરકુંડલા શહેરમાં આવેલ મીડીયમ ઇંગલિશ હાઈસ્કુલ એમ. એલ. શેઠના ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષકોએ આજે અટલ ધારા કાર્યાલય ની મુલાકાત લીધી હતી અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સાથે પ્રશ્નોત્તરી કરી હતી ત્યારે મહેશભાઈ કસવાળાએ પોતાનું પરિચય આપતા જણાવ્યું કે વિદ્યાર્થી જીવનમાં વર્ગખંડોના અભ્યાસક્રમ સિવાય પણ અનેક ક્ષેત્ર એવા છે કે જ્યાં રૂબરૂ મુલાકાતે જઈ અને જાણકારી મેળવવી જોઈએ ધારાસભ્ય કાર્યાલય, સાંસદ કાર્યાલય, પોલીસ સ્ટેશન,એસટી ડેપો,તાલુકા પંચાયત,સિવિલ હોસ્પિટલ સહિતની સંસ્થાઓની મુલાકાત લઇ તેની ગતિવિધિ અને કાર્ય શૈલી સમજવી જોઈએ અત્યારના સમયમાં જેમની પાસે નોલેજ હશે તે ધનવાન ગણાશે ત્યારે વિદ્યાર્થીઓએ રમતગમત આરોગ્ય અને સાવરકુંડલા શહેરના વિકાસ માટે તમારા કેવા પ્રયતો હશે તેવા અનેક સવાલો પૂછ્યા હતા જેમાં રિવરફ્રન્ટ સ્પોર્ટ સંકુલ સહિતના અનેક વિકાસના કામો શરૂ કરાયાની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી અને સાવરકુંડલા શહેરના તમામ નાગરિકોના વિકાસ માટે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના કામ કરવાની અને દરેક નાગરિકને લાભ થાય તે પદ્ધતિથી કામ કરી રહ્યો હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત અત્યારના સમયના વિદ્યાર્થીઓએ રાજનીતિ અને સાચી રાજનીતિ વિશે માહિતગાર રહેવું અખબારો વાંચવા ટી વી ન્યુઝ જોવા જેવી સલાહ આપી હતી ત્યારે વિદ્યાર્થીઓએ પણ એક વખત વિધાનસભાની મુલાકાત લેવાની વાત કરતા ધારાસભ્યએ તેમની વાતને સ્વીકારી હવે પછીના શરૂ થનારા સત્રમાં ચોક્કસ વિધાનસભા ની કાર્યપદ્ધતિ બતાવવાની તૈયારી અને વચન આપ્યું હતું.
Recent Comments