અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજ રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના “મન કી
બાત” કાર્યક્રમની સફળતા માટે વિધાનસભા પ્રમાણેની કામગીરી માટે જીલ્લા કક્ષાની ટીમની
રચના કરવામા આવેલ, આ નવ નિયુક્ત ટીમ સાથેની બેઠક કરીને આગામી કાર્યક્રમનું દરેક બુથ
મુજબ આયોજન, આગેવાનોની ઉપસ્થિત, કાર્યક્રમની સફળતા અને ફોટોગ્રાફ સાથે સરલ
એપ્લીકેશનમા રિપોર્ટીંગ વિગેરે બાબતે ચર્ચાઓ કરીને જરૂરી માર્ગદર્શન આપેલ, આ બેઠકમા
જીલ્લા ભાજપ પ્રમુખશ્રી અતુલભાઈ કાનાણી તેમજ મહામંત્રીશ્રી મેહુલભાઈ ધોરાજીયા સાથે
મનકી બાત કાર્યક્રમના નવ નિયુક્ત ઈન્ચાર્જ શ્રી સાગરભાઈ સરવૈયા, શ્રી પ્રવિણભાઈ સાવજ, શ્રી
જીતુભાઈ જોષી, શ્રી મુકેશભાઈ ખોખરીયા, શ્રી ધર્મેશભાઈ વિસાવળીયાની નિમણુંક કરવામાં
આવી અને કાર્યક્રમ સફળ બનાવવા આયોજન કરવામાં આવી.
ભારતીય જનતા પાર્ટી દ્વારા મનકીબાક કાર્યક્રમ સફળ બનાવવા આયોજન બેઠક મળી















Recent Comments