ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિતચુનીલાલ મડિયાની ૧૦૧મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય કાર્યક્રમ
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત તા. ૧૨ ઓગસ્ટ ૨૦૨૩, શનિવાર સાંજે ૬.૦૦ કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ચુનીલાલ મડિયાની ૧૦૧મી જન્મજયંતી પ્રસંગે ‘મડિયારાજા’ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મડિયાનાં ત્રણ પુસ્તકોનું વિમોચન થશે. કલારસિકોને જાહેર નિમંત્રણ છે.
સુખ્યાત શિક્ષણવિદ પ્રો. એસ. એસ. સોઢા સંપાદિત ‘મડિયાનું સમગ્ર નાટ્ય સાહિત્ય ભાગ ૧ અને ૨’ અને અમિતાભ મડિયા સંપાદિત ‘મડિયા મારી નજરે’ પુસ્તકોનું લોકાર્પણ સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને વિખ્યાત વક્તા ભાગ્યેશ જહા કરશે. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અને મડિયાના સુપુત્ર ખાસ હાજરી આપશે. પ્રશાંત બારોટ, બ્રિન્દા ત્રિવેદી ઈત્યાદિ ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકારો મડિયાની વાર્તાનું વાચિકમ કરશે. સંચાલન કવિશ્રી હરદ્વાર ગોસ્વામી કરશે. પ્રવેશ નિશુલ્ક રહેશે.
Recent Comments