fbpx
રાષ્ટ્રીય

પુલવામામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, ૨ આતંકીને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના લારો-પરીગામ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ દરમિયાન સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. તેઓએ આતંકીઓને ઘેરી લીધા છે અને બે આતંકીઓને ઠાર કર્યા છે. સૂત્રોના હવાલાથી આ માહિતી સામે આવી છે. જાે કે હજુ સુધી પોલીસ અને સેના દ્વારા આતંકીઓને માર્યા ગયાની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. અગાઉ, ટિ્‌વટર પર પોસ્ટ શેર કરતી વખતે કાશ્મીર ઝોન પોલીસે કહ્યું હતું કે પુલવામાના લારો-પરીગામ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. રાજૌરી જિલ્લામાં માર્યા ગયેલા આતંકવાદીના બે અઠવાડિયા બાદ આ એન્કાઉન્ટર થઈ રહ્યું છે. ખરેખર, રાજૌરીમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો.

ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા ૫ ઓગસ્ટના રોજ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ૫ ઓગસ્ટે ઓપરેશન શરૂ થયાના એક દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા. આ દરમિયાન એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પોલીસે કહ્યું હતું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. આતંકીઓએ સતત ગોળીબાર કર્યો હતો. ફાયરિંગમાં ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તમને જણાવી દઈએ કે સેના ખીણમાં આતંકવાદીઓને શોધી-શોધીને ખતમ કરી રહી છે. આ જ કારણ છે કે તેમનો રોષ જાેવા મળે છે. જાે કે, તેઓ તેમની કોઈપણ નાપાક પ્રવૃતિઓ પાર પાડી શકતા નથી.

Follow Me:

Related Posts