લાઠીમાં વિશ્વ હિન્દુ પરિષદની કીર્તિ કોટેજ ખાતે બેઠક મળી
લાઠીમાં વિશ્વ હિન્દુ પરિષદની બેઠક મળી શોર્ય જાગરણ યાત્રાના કાર્યક્રમની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી વિશ્વ હિન્દુ પરિષદ લાઠી પ્રખંડની બેઠક કીર્તિ કોટેજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના આગામી કાર્યક્રમ શોર્ય જાગરણની યાત્રા સંદર્ભે બેઠક યોજવામાં આવેલ બેઠકમાં લાઠીના પૂર્વ અધ્યક્ષ અને ધર્મપ્રેમી ઉકાભાઇ ભરવાડિયાના દુઃખદ અવસાન થી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ વિશ્વ હિન્દુ પરિષદના જીલ્લા અધ્યક્ષ ઈતેશભાઈ મહેતાએ શોર્ય જાગરણ યાત્રા અમરેલી જિલ્લામાં ૨૩/૨૪/ ને ૨૫ તારીખે પરિભ્રમણ કરશે વિભાગની મુખ્ય યાત્રા લાઠી વીર હમીર સિંહજી ગોહિલ વીર દેદુમલ અને વીર ચાપરાજ વાળા ની આ પવિત્ર ત્રિવેણી સંગમની ભૂમિ પરથી સંતો મહંતો અને હિન્દુ સમાજના સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં યાત્રાનો પ્રારંભ લાઠીથી કરવામાં આવશે આ યાત્રા પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ લાઠી અને બજરંગ દળ દ્વારા ૧૦૮ યુવાનોને ત્રિશૂળ દીક્ષા આપવામાં આવશે તેમજ ધર્મસભાનું આયોજન કરવામાં આવશે આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના મઠ મંદિર સંયોજક અને યાત્રાના જિલ્લા સંયોજક શ્રી પ્રતાપસિંહ રાઠોડ એ યાત્રાના રૂટની માહિતી આપી હતી
જયારે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ રશ્મીનભાઈ ત્રિવેદીએ લાઠી પ્રખંડની ટીમ ની જાહેરાત કરી હતી જેમાં અધ્યક્ષ હર્ષદભાઈ વ્યાસ ઉપાધ્યક્ષ ધીરુભાઈ વાવડીયા વિનુભાઈ મકવાણા મેઘાભાઈ ભુવા મંત્રી તરીકે આશિષભાઈ જોષી બજરંગ દળ સયોજક દિવાંગ દવે બજરંગ દળના સહસંયોજક શૈલેષભાઈ ડાંગર નિલેશભાઈ પરમાર, અન્ય પદાધિકારીમાં વિકી પરમાર , રાજુભાઈ મકવાણાભાવિન સકરિયા,ચેતન જમોડ,ગોપાલ મેર, વિશાલ ડાબસરા, વિજય ભટ્ટ વગેરેની નિયુક્તિની જાહેરાત કરતા સૌએ જય શ્રી રામના જય ઘોષ સાથે આવકારેલ આ બેઠકમાં લાઠી પ્રખંડ યાત્રા સંયોજક તરીકે વિશાલ ડાબસરા વગેરેની નિમણુક કરવામાં આવેલ આ બેઠકમાં રામ સેવા સમિતિના રમેશભાઈ ચૌહાણ વીર હમીરસિંહ જી સ્મૃતિ ટ્રસ્ટના ઉપ પ્રમુખ મનુભાઈ ગોસાઈ લાઠીના સામાજિક રાજકીય આગેવાન ભરતભાઈ પાડા ધર્મ જાગરણના પ્રમુખ શાસ્ત્રી સમીરભાઈ રાજ્યગુરુ અગ્રણી વેપારી બાલાભાઈ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહેલ તેમ જિલ્લા પ્રચાર પ્રમુખ પંકજ ભાઈ મહેતા ની યાદી માં જણાવેલ
Recent Comments